વડોદરા : પોલીસને ગેરમાર્ગે દોરનાર બુટલેગરોનો કિમીયો નિષ્ફળ, સિમેન્ટ મિક્સરના કન્ટેનરમાંથી રૂ. 44.80 લાખનો દારૂનો જથ્થો જપ્ત

LCB પોલીસે 934 પેટી મળી દારૂ ભરેલ કન્ટેનર મંજુસર પોલીસ મથકમાં લઈ જઈ વધુ તપાસ હાથ ધરી

New Update
વડોદરા : પોલીસને ગેરમાર્ગે દોરનાર બુટલેગરોનો કિમીયો નિષ્ફળ, સિમેન્ટ મિક્સરના કન્ટેનરમાંથી રૂ. 44.80 લાખનો દારૂનો જથ્થો જપ્ત

આજોડ ગામ નજીક ક્રાઈમ બ્રાન્ચ પોલીસનું ચેકિંગ

સિમેન્ટ મિક્સરના કન્ટેનરમાંથી મળી આવ્યો દારૂ

છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

રૂપિયા 59.88 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગેરમાર્ગે દોરનાર બુટલેગરનો કિમીયો થયો નિષ્ફળ

વડોદરા નજીક એક્સપ્રેસ હાઈવે પર આજોડ ગામની સીમમાંથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સિમેન્ટ મિક્સરના કન્ટેનરમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી રૂપિયા 59.88 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત મોડી રાત્રે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ મંજુસર પોલીસની હદમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, સિમેન્ટ મિક્સ કરવામાં આવતા કન્ટેનરમાં દારૂનો જંગી જથ્થો એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થનાર છે.

આ માહિતીના આધારે LCBની ટીમ આજોડ ગામની સીમમાં વોચમાં ગોઠવાઈ હતી. આ દરમિયાન માહિતીવાળુ કન્ટેનર પસાર થતાં તેને વોચમાં ગોઠવેલી પોલીસે રોકી હતી. પોલીસે ચાલક ચાદમલ મીણાની અટકાયત કરીને પૂછપરછ કરતા તે યોગ્ય જવાબ આપી ન શકતા પોલીસને શંકા ગઇ હતી. પોલીસે કન્ટેનરના પાછળના ભાગની સીડી ઉંચી કરીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

LCB પોલીસે 934 પેટી મળી દારૂ ભરેલ કન્ટેનર મંજુસર પોલીસ મથકમાં લઈ જઈ વધુ તપાસ હાથ ધરી હતી. તેમણે જણાવ્યું કે, જે કન્ટેનર બનાવ્યું હતું. તે માત્ર દારૂની હેરાફેરી માટે જ બનાવ્યું હોય તેમ લાગતું હતું. કન્ટેનર ઉપર વંડર સિમેન્ટ લખી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બુટલેગરોનો કિમીયો પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. હાલ તો પોલીસે રૂપિયા 44 લાખ ઉપરાંતની કિંમતનો દારૂનો જથ્થો અને કન્ટેનર મળી રૂપિયા 59.88 લાખથી વધુની કિમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.