/connect-gujarat/media/post_banners/3de8292f50dbd32a0244336549d388004edd56411d6f7a81c4355f31b6ed0773.jpg)
વડોદરા શહેરના છાણી ટીપી -13 વિસ્તારમાં આવેલ વસુંધરા ટેનામેન્ટના એક મકાન માં SOG પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 2.90 લાખ ઉપરાંતના 58.05 ગ્રામ નશીલો પદાર્થ હેરોઇન સાથે બે ઈસમો ને ઝડપી પાડ્યા હતા અને ઘરમાંથી એસઓજી પોલીસે બને ઈસમોની ધરપકડ કરી મકાનને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની ફોજ સોસાયટીમાં આવતા રહીશો પણ ચોકી ઉઠ્યા હતા અને સોસાયટીના એક મકાનમાંથી હેરોઇન મળી આવ્યું હોવાની જાણકારી રહીશોને થતા સોસાયટીમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડેલા બને આરોપી સંદીપ રંધાવા અને જતીન્દરસીગ મટ્ટુ અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયેલા છે અને તેઓ હાલ જ જામીન ઉપર મુક્ત થયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે હાલ બને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ફતેગંજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જોકે બંને આરોપીઓની પૂછપરછમાં હજુ ચોકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી