Connect Gujarat
વડોદરા 

વડોદરા : ખ્રિસ્તીબંધુઓએ કરી નાતાલ પર્વની ઉજવણી, દેવળોમાં કરી વિશેષ પ્રાર્થના

વડોદરા શહેરમાં વસતા ખ્રિસ્તીબંધુઓએ તેમના મહાપર્વ નાતાલની ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી કરી હતી.

X

વડોદરા શહેરમાં વસતા ખ્રિસ્તીબંધુઓએ તેમના મહાપર્વ નાતાલની ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી કરી હતી. લાલ ચર્ચ સહિતના દેવળોમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું...

કોરોનાના કેસ ઓછા થયા બાદ તહેવારોની ઉજવણીની છુટછાટ આપવામાં આવી હતી પણ હવે ફરીથી કોરોનાએ માથું ઉચકયું છે. વડોદરા શહેરની વાત કરવામાં આવે તો એમીક્રોનના વધતા કેસો ખ્રિસ્તીબંધુઓએ શિસ્ત અને સંયમ સાથે તેમના મહાપર્વ નાતાલની ઉજવણી કરી હતી. શહેરના લાલ ચર્ચ સહિતના દેવળોમાં શુક્રવારે રાત્રિના 12ના ટકોરે ભગવાન ઇસુના જન્મના વધામણા લેવાયાં હતાં. ખ્રિસ્તીબંધુઓએ દેવળોમાં વિશેષ પ્રાર્થના કરી હતી...

ખ્રિસ્તીબંધુઓ તારીખ 31મી ડીસેમ્બર સુધી નાતાલ પર્વની ઉજવણી કરતાં હોય છે. ખ્રિસ્તી સમાજનું નવું વર્ષ પહેલી જાન્યુઆરીના રોજથી શરૂ થાય છે. નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે બંધુઓએ એકમેકને પર્વની શુભેચ્છા આપી હતી. વડોદરા શહેરમાં રાત્રિ કરફયુનો સમય રાત્રિના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધીનો કરી દેવાયો છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે તારીખ 31મી ડીસેમ્બરના રોજ રાત્રિના 10 વાગ્યે ચર્ચ બંધ કરી દેવામાં આવશે.

Next Story