વડોદરા : માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં CIDનું સર્ચ ઓપરેશન, બોગસ દસ્તાવેજો મળી આવ્યા...

સ્મીત કોમ્પ્લેક્ષમાં સ્ટુડન્ટ વીઝા, વર્ક પરમીટ તેમજ ટુરીસ્ટ વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં CID ક્રાઇમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

New Update
વડોદરા : માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં CIDનું સર્ચ ઓપરેશન, બોગસ દસ્તાવેજો મળી આવ્યા...

વડોદરા શહેરના ગોરવા રોડ પર આવેલ સ્મીત કોમ્પ્લેક્ષમાં સ્ટુડન્ટ વીઝા, વર્ક પરમીટ તેમજ ટુરીસ્ટ વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં CID ક્રાઇમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

રાજ્યમાં ઇમીગ્રેશનનું કામ કરતી કેટલીક સંસ્થાઓ દ્વારા બોગસ દસ્તાવેજો બનાવી સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમીટ તેમજ ટુરીસ્ટ વિઝા અપાવવાનું કૌભાંડ ચલાવી રહી હોવાની સરકારને વ્યાપક ફરિયાદો મળી હતી. જે ફરિયાદોના આધારે રાજ્યના ગૃહ વિભાગની સૂચનાના પગલે CID ક્રાઇમની 17 ટીમોએ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વડોદરાના ગોરવા રોડ પર આવેલ સ્મીત કોમ્પ્લેક્ષમાં સ્ટુડન્ટ વીઝા, વર્ક પરમીટ તેમજ ટુરીસ્ટ વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમી સાંજે શરૂ કરવામાં આવેલ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. જે તપાસ દરમિયાન CIDએ થોકબંધ બોગસ દસ્તાવેજો મળી આવતા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, આ કૌભાંડમાં શહેરની અન્ય સંસ્થાઓ પણ CIDના રડારમાં હોવાનું જાણવા મળ્યું છે. નોંધનિય છે કે, વડોદરાના વૈભવી માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં CID ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમહાલ અને ભરૂચ પોલીસ ટીમો પણ જોડાઇ હતી. સમી સાંજે પોલીસની એકપછી એક પોલીસ જીપ સ્મીત કોમ્પ્લેક્ષમાં પહોંચતા કોમ્પ્લેક્ષમાં આવેલ અન્ય ઓફિસોના સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા.