વડોદરા: સાવલીમાં ફરી એકવાર બે જુથ વચ્ચે અથડામણ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

વડોદરાના સાવલીમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં ત્રણથી ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

New Update
વડોદરા: સાવલીમાં ફરી એકવાર બે જુથ વચ્ચે અથડામણ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

વડોદરાના સાવલીમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં ત્રણથી ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સાવલીમાં શાળામાં ભણતા બાળકો વચ્ચે થયેલી મગજમારીના પગલે બે જૂથો વચ્ચે પથ્થરમારો થતાં ત્રણથી ચાર ઈસમોને ઇજા થવા પામી છે. સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે જાણવા મળ્યા પ્રમાણે સાવલી હાઇસ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓના જૂથો વચ્ચે કોમી નારા મુદ્દે લાગણી દુભાતા બોલાચાલી થઈ હતી. તેના પગલે સમાજના આગેવાનો દ્વારા સમાધાન થઈ ગયું હતું પરંતુ સાંજના સમયે બંને જૂથના ટોળા સામ સામે આવી જતાં પથ્થરમારો થતાં વાતાવરણમાં ભારે તંગદિલી પ્રસરી હતી.ત્રણથી ચાર ઈસમોને માથામાં ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અને બે ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર બનાવના પગલે સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં અટકાવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ સમગ્ર નગરમાં અજંપાભરી શાંતિ પ્રવૃત્તિ રહી છે. છાશવારે નગરમાં થતા કોમી છમકલાને પગલે આવા અસામાજિક તત્વો વહેલી તકે જેર થાય તેવી નગરજનોની માંગ ઉઠી છે.

Latest Stories