વડોદરા: માણેજા ક્રોસિંગ પાસે CNG કારમાં આગ ફાટી નિકળતા દોડધામ, કારમાં સવાર 3 લોકોનો બચાવ

New Update
વડોદરા: માણેજા ક્રોસિંગ પાસે CNG કારમાં આગ ફાટી નિકળતા દોડધામ, કારમાં સવાર 3 લોકોનો બચાવ

વડોદરા શહેરના માણેજા ક્રોસિંગ પાસે ગુરુવારે રાત્રે CNG ગેસ સંચાલિત મારુતિ વેનમાં અચાનક આગ લાગતા તેમાં સવાર ત્રણ વ્યક્તિઓ તાબડતોડ બહાર નીકળી જતા તેમનો બચાવ થઈ ગયો હતો

બનાવવાની જાણ થતા સ્થળ પર દોડી ગયેલા ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુજાવી હતી માણજા ક્રોસિંગ નજીક શંકર ભગવાનના મંદિરની પાસે મારુતિ વાનમાં ગુરુવારે રાત્રે 8:30 વાગ્યે આગ લાગી હતી આગમાં વેન બળીને ખાસ થઈ ગઈ હતી ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે CNG ગેસ કીટ વાળી કાર હતી CNG માંથી પેટ્રોલમાં કન્વર્ટ કરી ચાલુ કરવા જતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી કારમાં હર્ષદભાઈ જયસ્વાલ, ભરતભાઈ જયસ્વાલ, અને રાજેશભાઈ જયસ્વાલ સવાર હતા જો કે ત્રણેયનો બચાવ થઈ ગયો હતો

Latest Stories