વડોદરા : વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં રસાકસી, કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું મધુ શ્રીવાસ્તવના હસ્તે ઉદ્ઘાટન

New Update
વડોદરા : વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં રસાકસી, કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું મધુ શ્રીવાસ્તવના હસ્તે ઉદ્ઘાટન

વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારે રસાકસી

કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

જરોદ ગામ ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન

પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના હસ્તે ઉદ્ઘાટન કરાયું

વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રહ્યા ઉપસ્થિત

વડોદરા 136 વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું હતું.સમગ્ર દેશમાં ચૂંટણીનું બ્યુગલ ફૂકાઈ ચુક્યું છે, ત્યારે વડોદરામાં યોજાઈ રહેલ વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ભારે રસાકસી જોવા મળી રહી છે. ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારો પોતપોતાનો જોર દેખાડી રહ્યા છે. વડોદરાની 136 વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ મેદાન મારી જશે તેમ લાગી રહ્યું છે,

ત્યારે આજરોજ વાઘોડિયા વિસ્તારમાં જરોદ ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ તથા જરોદ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, અને પોતાના ઉમેદવારને જીતાડી લાવવાની બાહેદરી આપી હતી. જરોદ ગામ ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર જસપાલસિંહ પઢીયાર તેમજ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યના ઉમેદવાર કનુ ગોહિલ સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories