Connect Gujarat
વડોદરા 

વડોદરા: પેપર લીક કૌભાંડના વધુ એક આરોપીના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં ઝડપાયેલ વધુ એક આરોપીને એ.ટી.એસ.દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

વડોદરા: પેપર લીક કૌભાંડના વધુ એક આરોપીના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
X

જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં ઝડપાયેલ વધુ એક આરોપીને એ.ટી.એસ.દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

પંચાયત સેવા પંદગી મંડળ વર્ગ-3 જુનીયર ક્લાર્કનું પેપર વડોદરામાં લીક થતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. એટીએસએ આ કૌભાંડમાં વડોદરા ખાતે રેડ પાડી 15 આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને એટીએસએ કોર્ટ સમક્ષ રજુ કરી આરોપીઓની વધુ તપાસ અર્થે 12 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારે આ ગુન્હામાં સંડોવાયેલા આરોપી શ્રાધકર ઉર્ફે જીત લુહાને કોર્ટમાં હાજર કરાયો હતો.આ આરોપી હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો.મુખ્ય આરોપી પ્રદિપકુમારને રૂપિયા સાત લાખમાં સોદો કરી હૈદરાબાદના ભોલારામ વિસ્તારમાં આઠમી જાન્યુઆરીએ બપોરના સમયે પેપર આપેલ હતુ અને તે પેટે તેને ટુકડે ટુકડે ૭૨,૦૦૦ રૂપિયા ફોન પે વોલેટ એપમાં આપેલ હતા તેમજ એક નવો મોબાઇલ ફોન આપેલ હતો. સરકારી વકીલ અને આરોપીના વકીલની દલીલ બાદ કોર્ટે આરોપીના દશ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

Next Story