Connect Gujarat
વડોદરા 

વડોદરા: નવી મેમુ ટ્રેનનું રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે પ્રસ્થાન,અનેક મુસાફરોને મળશે લાભ

કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ સહિતના મહાનુભાવો દ્વારા વડોદરા અને દાહોદ વચ્ચે દોડતી નવી મેમુ ટ્રેનનું સિગ્નલ દર્શાવીને પ્રસ્થાન કરવામાં આવ્યુ

X

રેલ મંત્રાલય દ્વારા વડોદરાને નવી મેમુ ટ્રેન આપી છે ત્યારે આજે રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે નવી વડોદરા - દાહોદ મેમુને ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ વડોદરા રેલવે સ્ટેશનના અલકાપુરી તરફના પ્લેટફોર્મ નં 6 પરથી રેલ અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ સહિતના મહાનુભાવો દ્વારા વડોદરા અને દાહોદ વચ્ચે દોડતી નવી મેમુ ટ્રેનનું સિગ્નલ દર્શાવીને પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ સાંસદ રંજન ભટ્ટ, વડોદરાના મેયર પિંકી સોની,ધારાસભ્ય,ડીઆરએમ જિતેન્દ્રસિંગ સહિત રેલવેના અધિકારીઓ જોડાયા હતા.વડોદરા દાહોદ મેમુ વડોદરાથી સવારે 9:30 વાગ્યે ઉપડશે અને બપોરે 13:25 વાગ્યે દાહોદ પહોંચશે.છાયાપુરી, પીલોલ, સમલાયા ચાંપાનેર રોડ બાકરોલ, દેરોલ થઈ ગોધરા પહોંચશે.આ ટ્રેનમાં સામાન્ય વર્ગ અને પ્રથમ વર્ગના કોચ હશે.

Next Story