Connect Gujarat
વડોદરા 

વડોદરા : 67મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા યોજાય...

કારેલી બાગ સ્થિત ઉન્નતિ સ્કેટિંગ રિંક ખાતે 67મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

વડોદરા શહેરના કારેલી બાગ સ્થિત ઉન્નતિ સ્કેટિંગ રિંક ખાતે 67મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી કચેરી-વડોદરા દ્વારા 67મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશનના સહયોગથી ઉન્નતિ સ્કેટિંગ રિંક કારેલી બાગ ખાતે આયોજિત કરવામાં આવી હતી. સ્પર્ધાની શરૂઆત વડોદરાના મેયર નિલેશ રાઠોડની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. શાળાકીય જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં અંડર 11, 14, 17 અને 19 વય જૂથમાં સ્કેટિંગની રેસ આયોજિત કરવામાં આવી હતી. કોડ અને ઇનલાઇન કેટેગરીમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાય હતી. આ સ્પર્ધાના અંતે વિભિન્ન વય ગ્રુપમાં પ્રથમ ત્રણ સ્થાને આવનાર સ્કેટરો રાજ્ય કક્ષાની શાળાકીય સ્કેટિંગ સ્પર્ધામાં વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કરનાર છે. આ સ્પર્ધામાં વિવિધ વય જૂથની અંદર વડોદરા શહેરના 300થી વધુ સ્કેટરોએ ભાગ લીધો હતો. શાળાકીય જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં રીંક રેસ અને રોડ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી ક્રિષ્ના પંડ્યા, ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ બંદીશ શાહ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડોક્ટર રાજેશ શાહ, મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલ મહેતા, છાયા ખરાદી, બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશનના પ્રમુખ વિશ્વજીત પારેખ, સેક્રેટરી પંકજ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story