-
વડોદરા શહેરમાં દિવ્ય કલા મેળાનું ભવ્ય આયોજન
-
દિવ્ય કલા મેળાના સમાપન પ્રસંગનું આયોજન કરાયું
-
કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેની રહ્યા વિશેષ ઉપસ્થિત
-
કેન્દ્રિય મંત્રીએ વિવિધ રાજ્યોના સ્ટોલની મુલાકાત લીધી
-
શ્રેષ્ઠ કામગીરી કરનાર દિવ્યાંગ વ્યક્તિઓનું સન્માન કરાયું
વડોદરા શહેરમાં આયોજિત દિવ્ય કલા મેળાનું કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેની ઉપસ્થિતીમાં સમાપન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં આયોજિત દિવ્ય કલા મેળાનું ગત તા. 19 જાન્યુઆરી-2025ના રોજ સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક અને ન્યાય અધિકારીતા કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ દિવ્ય કલા મેળાના વિવિધ રાજ્યોના સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત વેળા વડોદરાની દિવ્યાંગ યુવતીએ તૈયાર કરેલ પોર્ટ્રેટ સ્કેચ કેન્દ્રિય મંત્રીને ભેટમાં આપ્યું હતું. મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત લીધા બાદ રામદાસ આઠવલે સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં શ્રેષ્ઠ કામગીરી કરનાર દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ નોકરી મેળવનાર દિવ્યાંગ યુવાનોને કેન્દ્રિય મંત્રીના હસ્તે રોજગારી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.