વડોદરા : ભારે વરસાદ વરસતા કરજણ તાલુકાનું માત્રોજ ગામ બેટમાં ફેરવાયું, ગ્રામજનોને હાલાકી...

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માત્રોજ ગામમાં ભારે વરસાદના કારણે નવી વસાહત વિસ્તારમાં કેડ સમાં પાણી ભરાય ગયા હતા.

New Update
વડોદરા : ભારે વરસાદ વરસતા કરજણ તાલુકાનું માત્રોજ ગામ બેટમાં ફેરવાયું, ગ્રામજનોને હાલાકી...

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માત્રોજ ગામમાં ભારે વરસાદના કારણે નવી વસાહત વિસ્તારમાં કેડ સમાં પાણી ભરાય ગયા હતા. જેથી માત્રોજના ગ્રામજનો અન્ય ગામલોકો સાથે સંપર્ક વિહોણા થતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માત્રોજ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીના પાણી ભારે વરસાદના કારણે છલકાય જતાં નવી નગરી વિસ્તારમાં સહિત આખેઆખું ગામ બેતમા ફેરવાયું હતું. માત્રોજ ગામમાં કેડ સમાં પાણી ભરાય જતાં 200 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દર ચોમાસામાં ભૂખી ખાડીના પાણી પુરસમા ધસી આવે છે. જેના કારણે માત્રોજ ગામમાં તબાહીના દ્રષ્યો સર્જાય છે, ત્યારે હાલ તો વર્ષો જૂની સમસ્યા સામે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.