Connect Gujarat
વડોદરા 

વડોદરા : એમ.એસ.યુનિવર્સીટીમાં રજીસ્ટર્ડ ગ્રેજયુએટ કેટેગરીમાં 09 સેનેટ મેમ્બરની ચુંટણી યોજાઇ

રાજયમાં ગ્રામ પંચાયતોની ચુંટણીની સાથે સાથે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બરની ચુંટણીનો જંગ જામ્યો હતો.

X

રાજયમાં ગ્રામ પંચાયતોની ચુંટણીની સાથે સાથે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બરની ચુંટણીનો જંગ જામ્યો હતો. વડોદરાની એમ.એસ યુનિવર્સિટીની સેનેટના ચૂંટણી મહાસંગ્રામમાં રવિવારે રજિસ્ટર્ડ ગ્રેજયુએેટ કેટેગરીની 9 ફેકલ્ટીની બેઠક માટે ચુંટણી યોજવામાં આવી હતી. સવારે 11 વાગ્યાથી મતદાનની શરૂઆત કરવામાં આવી હતી. સેનેટની ચૂંટણીમાં વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર ભાજપ કાર્યાલય ખાતેથી સેનેટની ચૂંટણીના સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા હતાં. જો કે આ ચૂંટણી જંગ ભાજપ વિરૂદ્ધ ભાજપનો જ બની ગયો છે. એક તરફ સેનેટ સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદાર સમર્થિત ઉમેદવારો છે. તો બીજી તરફ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા ભાજપ કાર્યાલય ખાતેથી સેનેટની ચૂંટણીના સત્તાવાર ઉમેદવારો છે. ભાજપ વિરૂધ્ધ ભાજપના આ જંગમાં ડૉ. વિજય શાહની સાથે જીગર ઇનામદારનું પણ જીગર મપાઇ જશે..

પહેલીવાર સીધો હસ્તક્ષેપ કરનાર ભાજપે વોર્ડ પ્રમુખ-કાઉન્સિલરો, સંગઠનને ઉતારી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે. જયારે જીગર જૂથ રજિસ્ટ્રેશનના જોરે મેદાનમાં છે. પ્રથમ વાર બે ફેકલ્ટીઓ કોમર્સ અને ટેકનોલોજીમાં પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ વાર 100થી વધારે ખાનગી ગાડીઓનો ઉપયોગ મતદારો માટે કરવામાં આવી હતી. આમ ભાજપ વિરૂધ્ધ ભાજપના જંગમાં કોણ બાજી મારે છે તે જોવા માટે મત ગણતરી સુધી રાહ જોવી પડશે.

Next Story