વડોદરા : MGVCL દ્વારા લગાડવામાં આવેલા સ્માર્ટ મીટરના પગલે વીજ બિલ વધુ આવતું હોવાનો વીજ ગ્રાહકોનો આક્ષેપ..!

MGVCL દ્વારા લગાડવામાં આવેલા સ્માર્ટ મીટરનો વિરોધ

New Update
વડોદરા : MGVCL  દ્વારા લગાડવામાં આવેલા સ્માર્ટ મીટરના પગલે વીજ બિલ વધુ આવતું હોવાનો વીજ ગ્રાહકોનો આક્ષેપ..!

વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ હાઇટ્સના રહીશો MGVCL દ્વારા લગાડવામાં આવેલા સ્માર્ટ મીટરનો વિરોધ કરવા ગોરવા સ્થિત MGVCLની કચેરી ખાતે દોડી આવ્યા હતા. અચાનક મોટું ટોળું દોડી આવતા ગોરવા પોલિસ પણ MGVCLની કચેરીએ દોડી આવી હતી, જ્યાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો કે, આ મીટર તેમની જાણ બહાર વીજ વિભાગ દ્વારા લોકોના ઘરોમાં લગાડવામાં આવ્યા હતા, જ્યાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતા કંપની દ્વારા જો મીટર નહીં લગાડવા દેશો તો 10 હજાર રૂપિયા ગ્રાહક દીઠ દંડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

જોકે વિવેકાનંદ હાઈટ્સ સરકારી આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવી છે. જેમાં હાલ 700થી વધુ પરિવારો રહે છે, અને ત્યાં MGVCL દ્વારા સ્માર્ટ મીટર મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, આ મીટર મુકવાથી તેમનું વીજ બિલ 2થી 3 ગણું વધુ આવી રહ્યુ છે. આ સ્માર્ટ મીટર ગરીબ પરિવારોના ઘરોમાં લગાડવાના બદલે માલેતુજારોના ઘરોમાં લગાડવા જોઈએ તેવું પણ રોષ સાથે સ્થાનિકોએ જણાવ્યુ હતું.

Latest Stories