વડોદરા: ઇ બાઈક બનાવતી કંપનીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

આગ કાબૂમાં આવે તે પહેલાં મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું.

New Update
વડોદરા: ઇ બાઈક બનાવતી કંપનીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં
Advertisment

વડોદરા શહેર નજીક આજવા રોડ પર આવેલ જોય ઇ-બાઈક બનાવતી કંપનીમાં મોડીરાત્રે ભીષણ આગ લાગી હતી. આગનો કોલ ફાયર વિભાગને મળતા તાત્કાલિક 5 ફાયર સ્ટેશનની 10 ગાડીઓ દોડી ગઈ હતી. આગ કાબૂમાં આવે તે પહેલાં મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું. ત્રણ શેડ ભડકે બળતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.

Advertisment

કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.આગનો કોલ મળતા પાણીગેટ, દાંડિયાબજાર, ઇઆરસી, જીઆઇડીસી અને છાણી ટીપી-13 ફાયર સ્ટેશનની 10 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ 5 કલાક પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

કંપનીમાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક મટીરિયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ સ્ક્રેપનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.

Latest Stories