/connect-gujarat/media/post_banners/c9fa005ad55fe8356d58cdcdde3d67e24713a5bb0dc508d6e010ba1b837e443b.jpg)
વડોદરામાં પ્રથમવાર પ્રોફેશનલ બોક્સિંગ ફાઇટ સ્પર્ધા યોજાઈ હતી જેમાં દેશભરમાંથી 26 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો
વડોદરાના માંજલપુર સ્થિત વડોદરા કોમ્બેટ એકેડેમી ખાતે ગુજરાતમાં પ્રથમ વાર રાષ્ટ્રીય કક્ષાની પ્રો બોક્સિંગ ફાઇટ સ્પર્ધા યોજવામાં આવી હતી.દેશમાં પ્રો બોક્સિંગ રમત રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 26 બોક્સર વડોદરા આવ્યા હતા. જેમાં ગુજરાતનાં 4 બોકસરએ પણ ભાગ લીધો હતો.એક દિવસીય ટુર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાઈ હતી.આ સ્પર્ધા રાત્રિ પ્રકાશમાં યોજાઇ હતી. અગાઉ પ્રો બોક્સિંગ સ્પર્ધા પંજાબનાં મુક્તસર સાહેબ ખાતે યોજાઇ હતી.વડોદરાના બોકસર મોહમદ મોઇન અને સુરતના રાજેશ બાબુભાઇએ સ્પર્ધા જીતી હતી. 13મેચોમાં વિજેતા ખેલાડીઓને આયોજકોએ પૂર્વ ખેલાડીઓના હસ્તે ટ્રોફી અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.