Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઇતિહાસમાં પ્રથમ વખત રાત્રે 1.30 વાગ્યા સુધી સુનાવણી ચાલી, જુઓ કેમ ગુંચવાયું કોકડું

સંસ્કારી નગરી વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત રાત્રિના દોઢ વાગ્યા સુધી કોર્ટની કાર્યવાહી ચાલી હતી

X

સંસ્કારી નગરી વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત રાત્રિના દોઢ વાગ્યા સુધી કોર્ટની કાર્યવાહી ચાલી હતી. ધર્માતરણ અને ફડીંગ કેસમાં યુપીથી લવાયેલા બે આરોપીઓના રીમાન્ડ દરમિયાન પોલીસે રીમાન્ડ રીપોર્ટ રાત્રિના 10 વાગ્યાની આસપાસ રજુ કર્યો હતો અને લાંબી દલીલો બાદ કોર્ટે રાત્રે 1.30 વાગ્યાની આસપાસ પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો.

ઉત્તરપ્રદેશ પોલીસે ધર્માંતરણ અને ફડીંગના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસનું વડોદરા કનેશન પણ સામે આવ્યું હતું. આ કેસના બે આરોપીઓ સલાઉદ્દીન અને ઉમર ગૌતમનો કબજો મેળવવા શહેર પોલીસે કાયદાકીય કાર્યવાહી કર્યા બાદ યુપીની સ્પે. કોર્ટના આદેશથી ઉમર ગૌતમ અને સલાઉદ્દીનને લઈ યુપી પોલીસ શનિવારે બપોરે વડોદરા દિવાળીપુરા કોર્ટમાં પહોંચી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરાતાં કસ્ટડીના મુદ્દે આરોપીઓના વકીલ અને સરકારી વકીલની દલીલો બાદ કાનૂની પ્રક્રિયા લાંબી ચાલી હતી. પોલીસે રીમાન્ડ રીપોર્ટ રજુ કર્યો ન હતો અને પાછળથી રાત્રિના 10 વાગ્યે રીમાન્ડ રીપોર્ટ રજુ કર્યો હતો. પોલીસના રીમાન્ડ રીપોર્ટ બાદ રાત્રિના 10 વાગ્યે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળવાની શરૂઆત કરી હતી. લગભગ 90 મિનિટ સુધી ચાલેલી દલીલો બાદ રાત્રિના 1.30 વાગ્યાની આસપાસ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. આવો જોઇએ બચાવપક્ષના વકીલે શું કહયું....

ધર્માંતરણના કેસમાં શનિવારના રોજ યુપીથી લવાયેલા આરોપીઓ ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખના સાત દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યાં છે. પોલીસે બંને આરોપીઓના સાત દિવસના રીમાન્ડ માંગ્યાં હતાં. પોલીસે રીમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે, પોલીસે સલાઉદ્દીન શેખ આફમી ટ્રસ્ટનો મુખ્ય ટ્રસ્ટી હોવાથી તે મુખ્ય સુત્રધાર હોવાનું અને ઉમર ગૌતમ અને અન્ય મળતીયાઓ સાથે મળી વર્ષ 2017 થી અત્યાર સુધી રૂા.80 કરોડ જેટલી રકમ અલગ અલગ દેશોમાંથી કરોડો રૂપિયા મેળવ્યાં છે. આ રૂપિયા ધર્માંતરણ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ પાછળ વાપર્યા હોવાની શંકાથી તેની તપાસ કરવાની છે. બંને આરોપીઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની સંભાવના છે જેની તપાસ થવી અત્યંત જરૂરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઉપરાંત દુબઈના મુસ્તુફા શેખ પાસેથી મુંબઈના રાહુલ ઉર્ફે ઈમરાનના મારફતે હવાલાથી આરોપીએ રૂા.60 કરોડ મેળવ્યાં છે જેની પણ તપાસ કરવાની છે.

Next Story