વડોદરા: પ્રથમ નોરતે જ ગરબા ખેલૈયાઓને થયો કડવો અનુભવ,ઓનલાઇન પાસ બતાવવા છતાં પ્રવેશ ન મળ્યો

વડોદરા શહેરના LVP હેરિટેજ ગરબામાં એન્ટ્રી પાસને લઈને ખેલૈયાઓને કડવો અનુભવ થયો હતો,ઓનલાઇન પાસ બતાવવા છતાં પણ પ્રવેશ આપવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

New Update

વડોદરામાં પ્રથમ નોરતે જ ખેલૈયાઓને થયો કડવો અનુભવ 

LVP હેરિટેજ ગરબા ગ્રાઉન્ડનો બનાવ

પાસ ગમ થયા બાદ ખેલૈયાઓ સાથે થયું ગેરવર્તન 

ખેલૈયાઓએ ખરીદ્યા હતા ઓનલાઇન પાસ  

પાસ તેમજ QR બતાવવા છતાં ન મળ્યો પ્રવેશ 

વડોદરા શહેરના LVP હેરિટેજ ગરબામાં એન્ટ્રી પાસને લઈને ખેલૈયાઓને કડવો અનુભવ થયો હતો,ઓનલાઇન પાસ બતાવવા છતાં પણ પ્રવેશ આપવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
વડોદરા શહેરના LVP હેરિટેજ ગરબામાં પ્રથમ નોરતે જ ખેલૈયાઓને કડવા અનુભવ માંથી પસાર થવાનો વારો આવ્યો હતો,ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી દરમિયાન પાસ ગુમ થઇ ગયા બાદ ગરબા ખેલૈયાએ ઓનલાઇન પાસ તેમજ QR બતાવ્યો હોવા છતાં પ્રવેશ આપવામાં આવ્યો નહતો.અને પાસ ખોવાઈ ગયો અને મોબાઈલમાં ઓનલાઇન પાસની કોપી બતાવવા છતાં પણ  બીજા પાસ માટે એક હજાર રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ ભોગ બનનાર યુવાને કર્યો હતો.વધુમાં આ યુવાને રોષપૂર્વક જણાવ્યું હતું કે ઓનલાઇન પાસ કાઢવા છતાં ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં.અને કલાકો સુધી સિક્યુરિટી સાથેની માથાકૂટ બાદ પણ પ્રવેશથી વંચિત રહીને ગરબા ખેલૈયાઓએ પરત ફરવું પડ્યું હતું.
#Gujarat #pass #Navratri #Lost #Garba #Lakshmi Vilas Palace
Here are a few more articles:
Read the Next Article