વડોદરા ગેસ લિ. દ્વારા ગેસના ભાવમાં પ્રતિ યુનિટે રૂ. 3.45નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું

વડોદરા ગેસ કંપની દ્વારા ભાવમાં વધારો ઝીંકાતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.

New Update
વડોદરા ગેસ લિ. દ્વારા ગેસના ભાવમાં પ્રતિ યુનિટે રૂ. 3.45નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું

વડોદરા ગેસ લિ. દ્વારા વડોદરા શહેરમાં પાઇપ મારફતે ગેસ પુરો પાડવામાં આવે છે, ત્યારે વડોદરા ગેસ લિ. દ્વારા ગેસના ભાવમાં રૂ. 3.45 નો વધારો કરવામાં આવ્યાની જાહેરાત કરાય છે. જેના કારણે મોંઘવારીનો માર વેઠી રહેલા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

વડોદરા ગેસ લિ. શહેરમાં 2.05 લાખથી વધુ મકાનોમાં પાઇપ મારફતે ગેસ પુરો પાડે છે. હાલમાં ઘરેલુ ગેસના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા ગેસના બેઝીક ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેની અસરના ભાગરૂપે વડોદરા ગેસ લિ. દ્વારા રૂ. 3.45નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ઘરગથ્થુ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો હાલનો ભાવ રૂ. 43.70 પ્રતિ યુનિટ ટેક્સ સાથે ચુકવતા હતા, ત્યારે હવે ભાવ વધારા બાદ પ્રતિ યુનિટ ટેક્સ સાથે ગ્રાહકોએ રૂ. 47.15 ચુકવવા પડશે. આ નવો ભાવ વધારો તા. 1 જૂનથી લાગુ કરવામાં આવ્યો છે. જોકે, ગણતરીના દિવસોમાં સતત ચોથી વખત વડોદરા ગેસ કંપની દ્વારા ભાવમાં વધારો ઝીંકાતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.

Latest Stories