વડોદરા : ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શાસ્ત્રીય સંગીતકાર ડોક્ટર ચિંતન પટેલની “ગૌરવ પુરસ્કાર” માટે પસંદગી...

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 5 વર્ષ બાદ ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.

New Update
વડોદરા : ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શાસ્ત્રીય સંગીતકાર ડોક્ટર ચિંતન પટેલની “ગૌરવ પુરસ્કાર” માટે પસંદગી...

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 5 વર્ષ બાદ ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વડોદરા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પૂર્વ વિદ્યાર્થી અને શાસ્ત્રીય સંગીતકાર ડોક્ટર ચિંતન પટેલની પસંદગી થતાં તેઓનું શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

5 વર્ષે ગુજરાત ગૌરવ પુરસ્કારની જાહેરાત કરાય છે. જેમાં પ્રથમવાર એક સાથે વડોદરા પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના 4 અધ્યાપકો, 4 પૂર્વ વિદ્યાર્થીઓ અને શહેરના 12 કલાકારોને તેમની કલાના ક્ષેત્રે યોગદાન બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. કલા ક્ષેત્રે અપાતો એવોર્ડ કોરોના કાળમાં શક્ય ન હતો, જેથી 5 વર્ષ પછી આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પૂર્વ વિદ્યાર્થી અને શાસ્ત્રીય સંગીતકાર ડોક્ટર ચિંતન પટેલને ગૌરવ પુરસ્કાર માટે પસંદગી પામ્યા છે. કળા ક્ષેત્રે ચિંતન પટેલની પ્રશંસનીય કારકિર્દી અને પ્રદાનની નોંધ લઇ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા પ્રતિષ્ઠિત ગૌરવ પુરસ્કાર સન્માન માટે પસંદગી થઈ છે, જ્યારે ગૌરવ પુરસ્કાર સન્માન બદલ સૌ કોઈએ ડોક્ટર ચિંતન પટેલને શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે જ ગુજરાત સરકારના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ કળા અને સાંસ્કૃતિક વારસા માટે અર્થપૂર્ણ કાર્યકર્તા તેમજ ગુજરાતની ગરિમાને શોભાવતા રહે તેવી શાસ્ત્રીય સંગીતકાર ડોક્ટર ચિંતન પટેલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Latest Stories