Connect Gujarat
વડોદરા 

વડોદરા : ટ્રાફિક પોલીસની ઝુંબેશ સામે બોગસ ઇ-મેમો સાઇટ સાથે હેકર્સ મેદાનમાં, સંખ્યાબંધ વાહન માલિકો છેતરાયા..!

પેન્ડિંગ રહેલા ઇ-ચલણના કેસ માટે વડોદરા ટ્રાફિક પોલીસની 20 ટીમ શહેરના અલગ અલગ પોઇન્ટ પર તૈનાત કરાઈ છે

X

પેન્ડિંગ રહેલા ઇ-ચલણના કેસ માટે વડોદરા ટ્રાફિક પોલીસની 20 ટીમ શહેરના અલગ અલગ પોઇન્ટ પર તૈનાત કરાઈ છે, ત્યારે વાહન માલિકોમાં ઈ-ચલણ ભરવાની બીક અને ઉતાવળનો લાભ લેવા હેકર્સ મેદાનમાં આવ્યા છે. જેમાં સરકારી ઈ-ચલણની વેબસાઈટ જેવી જ બોગસ વેબસાઈટ બનાવી હેકર્સ લોકોના રૂપિયા ઉડાવી રહ્યા છે.

વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી ટ્રાફિક પોલીસ દંડની વસુલાત માટે સીસીટીવી કેમેરાના માધ્યમથી ઇ-ચલણ ઘરે મોકલતા હતા. પરંતુ કેટલાક વાહન ચાલકો દ્વારા ઇ-ચલણ ભરપાઇ કરવામાં આવતી નથી. આ પડતર કેસ માટે આગામી તા. 9મી સપ્ટેમ્બરે કોર્ટમાં લોક અદાલત યોજાનાર છે. જોકે, આ પહેલા ટ્રાફિક પોલીસ દ્વારા એક સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી છે. ડ્રાઇવ અંતર્ગત ટ્રાફિક પોલીસની 20 ટીમ અલગ અલગ સ્થળો પર તૈનાત કરાઈ છે. જેમાં વાહન ચાલકો તેઓની પાસે પોતાના પેન્ડિંગ મેમોની વિગતો મેળવી ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકે છે. સ્થળ પર જ પેમેન્ટ કરનાર વાહન ચાલકોને તા. 9 સપ્ટેમ્બરે યોજાનારી લોક અદાલત માટે કોર્ટમાં નહીં જવું પડે, જે જાહેરાત અને શરૂ કરાયેલ કાર્યવાહીને લઈ હેકર્સ દ્વારા લાખો રૂપિયાની ઇ-ચલણની આવક મેળવવા સરકારી ઇ-ચલણ સાઇટ જેવી જ વેબસાઇટ બનાવવામાં આવી છે, ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસના ACP જ્યોતિ પટેલ ઈ-ચલણ ભરવા માટેની બોગસ વેબસાઇટને લઈ વાહન ચાલકોને સમજણ આપી રહ્યા છે.

Next Story