Connect Gujarat
વડોદરા 

વડોદરા : કચ્છ બોર્ડર પર તૈનાત જવાનોને દિવાળીની પાઠવાશે શુભેચ્છા, વિદ્યાર્થીઓ હાથ બનાવટના કાર્ડ મોકલશે...

છેલ્લા 5 વર્ષથી આભાર પ્રવૃત્તિ તેમજ દિવાળીની ઉજવણીના ભાગરૂપે દેશની સીમાઓ પર તૈનાત જવાનોને કાર્ડ્સ મોકલાવામાં આવે છે,

X

છેલ્લા 5 વર્ષથી આભાર પ્રવૃત્તિ તેમજ દિવાળીની ઉજવણીના ભાગરૂપે દેશની સીમાઓ પર તૈનાત જવાનોને કાર્ડ્સ મોકલાવામાં આવે છે, ત્યારે વડોદરાની 'બી ધ ચેન્જ' અને MSUના વિદ્યાર્થીઓ દ્વારા કચ્છ બોર્ડર પર તૈનાત BSFના જવાનોને હાથથી બનાવેલા કાર્ડ્સ મોકલવા માટે જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓએ દેશની સીમાઓ પર તૈનાત જવાનો માટે કાર્ડ બનાવ્યા છે. ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનના સેનેટ સભ્ય અને બી ધ ચેન્જ ગૃપના ફાઉન્ડરે જણાવ્યું હતું કે, વર્ષ 2016માં ઉરી હમલા બાદ અમને આ પ્રવૃત્તિ કરવાનો વિચાર આવ્યો. જેમાં દેશના જવાનો ભારત માતાની રક્ષામાં રાત-દિવસ દેશની સીમાઓ પર તૈનાત રહે છે, જેઓને અમે હાથથી બાનાવેલા દિવાળી કાર્ડ મોકલાવી આભાર વ્યક્ત કરીએ છીએ.

વર્ષ 2016માં 750 કાર્ડ ઉરી ખાતે, 2017માં 1000 કાર્ડ કાશ્મીર ખાતે, 2018માં 1500 કાર્ડ બાલાકોટ ખાતે, 2019માં 2000 કાર્ડ કાશ્મીર અને કચ્છ ખાતે અને 2021માં 300 કાર્ડ કચ્છ મોકલ્યા હતા, ત્યારે આ વર્ષે #Abhaar 6.0 અંતર્ગત 500થી વધુ કાર્ડ કચ્છ BSFના જવાનોને મોકલવામાં આવશે. આ તકે વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું કે, વર્ષો બાદ આપણા દેશના જવાનો માટે હાથથી કાર્ડ બનાવ્યાનો આનંદ અનેરો છે. સાથે જ યુવા પેઢીએ આવી પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ, ત્યારે સંસ્કારી નગરી વડોદરાથી શરૂ થયેલ પહેલ, સતત 6 વર્ષથી દિવાળીની સુભેચ્છાઓ દેશની સીમાઓ પર આભાર થકી પહોંચાડી રહી છે.

Next Story