Connect Gujarat
વડોદરા 

વડોદરા: હરિહરાનંદ ભારતીજીની પોલીસે પૂછપરછ કરાતા ખુલાસો, કહ્યું જમીન વિવાદમાં દબાણ હોવાથી આશ્રમ છોડી જતા રહ્યા

વડોદરા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેઓએ કહ્યું હતું કે જમીન વિવાદ બાબતે દબાણ હોવાના કારણે તેઓ આશ્રમ છોડી જતા રહ્યા હતા

X

મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતીજી ગુમ થયા બાદ નાસિકથી મળી આવતા હતા ત્યારે તેઓની વડોદરા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેઓએ કહ્યું હતું કે જમીન વિવાદ બાબતે દબાણ હોવાના કારણે તેઓ આશ્રમ છોડી જતા રહ્યા હતા

મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતીજી નાસિક નજીકથી એક કારમાંથી મળ્યા બાદ તેમને વડોદરા લાવવામાં આવ્યા છે. જ્યાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સ્વામી હરિહરાનંદની બંધબારણે પૂછપરછ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાંચના દરવાજા બંધ કર્યા બાદ ફરીથી ખોલવામાં આવ્યા હતા. જો હરિહરાનંદસ્વામી તેમની સાથે વિશ્વાસઘાત થયો હોવાની માહિતી અને પુરાવા આપશે તો પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરશે. હરિહરાનંદ બાપુને તેમના સેવકે જ નાસિકથી શોધી કાઢ્યા હતા. વડોદરા ક્રાઈમ બ્રાંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હરિહરાનંદ બાપુને તેમના સેવકો એ જ નાસિક પાસેથી શોધી કાઢ્યા છે.

બાપુ આશ્રમના વિવાદને લઈને દુઃખી હોવાથી આશ્રમ છોડી નીકળી ગયા હતા. આશ્રમની જમીન મામલે જે વિવાદ છે, તેની તપાસ જુનાગઢ અથવા તો સરખેજ અમદાવાદથી થશે. વડોદરામાં માત્ર હરિહરાનંદજી બાપુ ગુમ થયા હતા અને તેમને શોધી લાવવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે.DCP ઝોન 3 યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, હરિહરાનંદજી બાપુ વડોદરાથી એક ટેમ્પોમાં બેસીને નાસિક ગયા હતા. તેમને કોઇ રાજકીય દબાણની વાત કરી નથી. પણ જમીન વિવાદ બાબતે માનસિક દબાણ હોવાથી આશ્રમ છોડી જતા રહ્યા હોવાની વાત કરી છે.

Next Story