વડોદરા: હિપોપોટેમસનો ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો હિંસક હુમલો, બંનેની હાલત ગંભીર

હિપોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અધિકારી અને સિક્યુરિટી ગાર્ડ કંઇ વિચારે તે પહેલા જ ભુરાયેલા હિપોએ જીવલેણ હુમલો કર્યો

New Update
વડોદરા: હિપોપોટેમસનો ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો હિંસક હુમલો, બંનેની હાલત ગંભીર

વડોદરા કમાટીબાગમાં રાખવામાં આવતા હિપોપોટેમસે રાઉન્ડમાં ગયેલા ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કરતાં બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઝૂ ક્યુરેટરને MRI કરવા માટે લઇ જવામાં આવી રહ્યા હતા. તે સમયે બ્લીડિંગ શરૂ થતા પુન: તેમને ICUમાં સારવાર માટે લઇ જવાયા હતા.

મળતી માહિતી અનુસાર સયાજીબાગમાં વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રાહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યુરિટી ગાર્ડ સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. આજે પણ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સિક્યુરિટ જવાન સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી રાઉન્ડમાં નીકળ્યા હતા. તે દરમિયાન હિપોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અધિકારી અને સિક્યુરિટી ગાર્ડ કંઇ વિચારે તે પહેલા જ ભુરાયેલા હિપોએ જીવલેણ હુમલો કરતા તેઓ સ્થળ પર પડી ગયા હતા.

દરમિયાન બનાવની જાણ અન્ય સિક્યુરિટી ગાર્ડોને થતાં તરત જ તેઓ દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત ઝૂ ક્યુરેટેર પ્રત્યુષ પાટણકર અને સિક્યુરિટી ગાર્ડને કમાટીબાગની બાજુમાં આવેલી ટ્રસ્ટની નરહરી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ગંભીર રીતે ઇજા પામેલા અધિકારી સહિત બંનેને તરત જ ICUમાં દાખલ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.

Read the Next Article

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ

બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

New Update
bomb

વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ,બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અગાઉ બે અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ સ્કૂલો આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.અને તપાસ શરૂ કરી છે.