વડોદરા : ખોરાકની શોધમાં શહેરી વિસ્તારમાં આવી ચઢે છે ખૂંખાર દીપડા, MSUના વિદ્યાર્થીઓએ કર્યો સર્વે...

જંગલ વિસ્તારમાં પુરતો શિકાર ન મળતો હોવાના કારણે દીપડાઓ ખોરાકની શોધમાં માનવવસાહત તરફ આવી ચડે છે..

New Update
વડોદરા : ખોરાકની શોધમાં શહેરી વિસ્તારમાં આવી ચઢે છે ખૂંખાર દીપડા, MSUના વિદ્યાર્થીઓએ કર્યો સર્વે...

ખોરાકની શોધમાં દીપડાઓ માનવવસાહત તરફ આવી ચડે છે, જે અંગે વડોદરાની MSUના જીયોલોજી ડિપાર્ટમેન્ટ ગુજરાત ફોરેસ્ટ એસોસિએશનના સાથ સહકાર અને સહયોગથી MSUના 5 વિદ્યાર્થીઓએ સર્વે કર્યો છે. ગુજરાતમાં દીપડાની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. તો બીજી તરફ, જંગલો ઘટતાં જાય છે. જેના કારણે હવે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં દીપડાના દેખાવા ઉપરાંત હુમલાની ઘટનાઓ પણ સતત વધી રહી છે. જંગલ વિસ્તારમાં પુરતો શિકાર ન મળતો હોવાના કારણે દીપડાઓ ખોરાકની શોધમાં માનવવસાહત તરફ આવી ચડે છે..

ત્યારે વર્ષ 2021માં વડોદરાની MSUના જીયોલોજી ડિપાર્ટમેન્ટ ગુજરાત ફોરેસ્ટ એસોસિએશન દ્વારા એક ગ્રાન્ટ આપવામાં આવી હતી. જેમાં MSUના 5 વિદ્યાર્થીઓ દ્વારા સુરતના અલગ અલગ જિલ્લાઓમાં જઈ દિપડાઓનું સર્વે કરવામાં આવ્યું હતું. જે સર્વે અનુસાર જંગલમાં રહેતા દિપડાને પૂરતો ખોરાક ન મળતો હોવાથી તે ગ્રામ્ય તેમજ રહેણાંક વિસ્તારમાં શિકાર કરવા નીકળી રહ્યા હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતમાં અઠવાડિયામાં માનવી પર દીપડાના હુમલાની સરેરાશ એક ઘટના નોંધાય છે. એમાં પણ છેલ્લા કેટલાક સમયથી આવા બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે આ મામલે રાજ્યનું વન વિભાગ સજાગ થઈ ખૂંખાર દીપડાઓને પાંજરે પૂરે તે અત્યંત જરૂરી બન્યું છે...

Latest Stories