વડોદરા : આકરી ગરમીને ધ્યાનમાં રાખી એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ માટે “હીટ સ્ટ્રોક વોર્ડ” તૈયાર કરાયો…

દિવસેને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે.

New Update
વડોદરા : આકરી ગરમીને ધ્યાનમાં રાખી એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ માટે “હીટ સ્ટ્રોક વોર્ડ” તૈયાર કરાયો…

દિવસેને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અને દર વર્ષના અનુભવોને ધ્યાનમાં લઈ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દ્વારા ખાસ હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં હિટ સ્ટ્રોકના લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને આ વોર્ડમાં દાખલ કરી તાત્કાલિક સારવાર આપવામાં આવશે. છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હજી તો ઉનાળાની શરૂઆતના પગલે વડોદરામાં તાપમાનનો પારો 40 ડિગ્રી કે, તેથી ઉપર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં વ્યક્તિને લૂ લાગવાના તેમજ હિટ સ્ટ્રોકના કેસોની સંખ્યા વધી જાય છે.

જેને ધ્યાનમાં રાખી મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ દ્વારા લૂ લાગવાના તેમજદિવસેને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે,દિવસેને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, હિટ સ્ટ્રોકના કેસોની સારવાર માટે એક અલગથી હિટ સ્ટ્રોક વોર્ડ તાત્કાલિક વિભાગના પહેલા અને બીજા માળે શરૂ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા 30 જેટલા બેડની વ્યવસ્થા હિટ સ્ટ્રોક વોર્ડમાં કરવામાં આવી છે. તેમજ દર્દીઓના તથા સદાઓ માટે કુલર, પંખા, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 2 ICU વોર્ડને પણ સજ્જ કરી દેવામાં આવ્યા છે, ત્યારે બાળકોના પીડીયાટ્રીક ડિપાર્ટમેન્ટમાં પણ હીટ સ્ટ્રોકને લઈને અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની હીટ વેવની આગાહીને લઈને તંત્ર સજ્જ બન્યું છે. તેમજ પોલીસ તંત્ર દ્વારા પ્રજાજનો માટે નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં હાલ 4 દર્દીઓ એડમિટ છે, તેમજ ગતરોજ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતી 60 વર્ષિય મહિલા દર્દીમુ હીટ સ્ટોક વોર્ડમાં મોત નીપજ્યું હતું.

Latest Stories