Connect Gujarat
વડોદરા 

વડોદરા : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કરાશે ઉજવણી, દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે...

વડોદરામાં તારીખ 9 જાન્યુઆરીના રોજ નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.

વડોદરા : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કરાશે ઉજવણી, દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે...
X

વડોદરામાં તારીખ 9 જાન્યુઆરીના રોજ નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. રાજ્ય સરકારની સૂચના મુજબ પતંગ મહોત્સવનું આયોજન કરવા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

પતંગ મહોત્સવમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ઉપરાંત વડોદરા શહેરના પતંગ રસીકો પણ ભાગ લેવાના છે. આ કાર્યક્રમ સંદર્ભે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા વડોદરા કોર્પોરેશનને તમામ વ્યવસ્થાઓ કરવા સૂચના આપવામાં આવી છે. પતંગ મહોત્સવના આયોજન સંદર્ભે રાજ્ય સરકાર તરફથી રૂ. 15 લાખની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે. જો સરકારમાંથી પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં નહીં, આવે તો અને વધુ ખર્ચ થાય તો કોર્પોરેશનના સંસ્કાર કાર્યક્રમના બજેટમાંથી અને જરૂર પડે તો રોકડ તસલમાત લઈ ખર્ચ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. છેલ્લે વર્ષ 2020માં નવલખી મેદાન ખાતે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ થયો હતો. જેમાં વિશ્વના 16 દેશોના 50 પતંગ બાજ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોના 39 તેમજ સ્થાનિક 80 મળી 169 પતંગ બાજોએ અવનવા કદ, આકાર અને રંગના પતંગ ઉડાડીને નવલખી મેદાન પરનું આકાશ પતંગમય બનાવી દીધું હતું. વર્ષ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહેલી વખત પતંગ મહોત્સવ થયો હતો. આ વખતે વડોદરામાં કેટલા પતંગ બાજ આવશે તે હજી નક્કી થયું નથી. પતંગ મહોત્સવના આયોજન સંદર્ભે એકાદ દિવસમાં તંત્રની મીટીંગ પણ થવાની છે.

Next Story