Connect Gujarat
વડોદરા 

વડોદરા : જેટ ગતિથી વધી રહેલા કોરોનાના કેસને રોકવા "જેટ" ટીમ મેદાનમાં

જેટ ગતિથી કોરોનાના કેસ વધી રહયાં છે ત્યારે સંક્રમણને રોકવા માટે "જેટ" ટીમની રચના કરવામાં આવી છે.

X

વડોદરા શહેરમાં જેટ ગતિથી કોરોનાના કેસ વધી રહયાં છે ત્યારે સંક્રમણને રોકવા માટે "જેટ" ટીમની રચના કરવામાં આવી છે.

સંસ્કારી નગરી વડોદરામાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહયું છે. વડોદરામાં કેસની સંખ્યા વધતાં ભુતકાળના દિવસો પાછા આવે તેવી સંભાવના છે. કોરોનાના કેસ ઓછા થયા બાદ જનજીવનની ગાડી ફરી પાટા પર આવી છે તેવામાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવવું આવશ્યક છે પણ લોકો બેફીકર જણાય રહયાં છે.

વડોદરા શહેરમાં શુક્રવારથી પોલીસ અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે રચિત જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ જેને "જેટ"ની રચના કરાય છે. ઝોન દીઠ એક ટીમ, એવી રીતે ચાર ટીમો સપાટો બોલાવશે. જ્યાં ભીડ હશે તેવા મોલ-મલ્ટિપ્લેક્સ, બજારો, જાહેર સ્થળો, માર્કેટ, બગીચા, બસ ડેપો, રેલવે સ્ટેશન, પાર્ટી પ્લોટ સહિતની જગ્યાએ ચેકીંગ કરશે અને સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખવા બદલ તેમજ માસ્ક નહિ પહેરવા બદલ સ્થળ પર જ દંડ ફટકારાશે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર ડો. શમશેર સિંહે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં સંયુક્ત આદેશો જારી કર્યા છે.

Next Story