Connect Gujarat
વડોદરા 

વડોદરા : જોશી પરિવારે વારસો સંભાળ્યો, 3 પેઢી એકસાથે બેસીને બનાવે છે શ્રીજીની અનોખી પ્રતિમા...

વડોદરા શહેરના જોશી પરિવારની 3 પેઢી એકસાથે બેસીને આખું વર્ષ ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરે છે.

X

સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઘણા પરિવારો એવા છે, જે વર્ષોથી ચાલી આવેલી પરંપરાને આજે પણ નિભાવી રહ્યા છે. વડોદરા શહેરના જોશી પરિવારની 3 પેઢી એકસાથે બેસીને આખું વર્ષ ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરે છે.

વડોદરા શહેરમાં વસતા જોશી પરિવારની 3 પેઢી એકસાથે બેસીને આખું વર્ષ ગણેશજીની અનોખી પ્રતિમાઓ તૈયાર કરે છે. મૂર્તિકાર સંકેત જોશીએ જણાવ્યુ હતું કે, વર્ષ 1960માં મારા દાદા એકનાથ સદાશિવ જોશીએ એમના મિત્ર સાથે ગણેશ પ્રતિમા બનાવવાની શરૂઆત કરી હતી. મિત્ર જોડે 5 ગણપતિ બનાવવાની શરૂઆત આજે સંખ્યા વધીને 200થી 300 જેટલી થઈ છે. ત્યારબાદ પિતાએ વારસો સંભાળ્યો. આજે હું,મારો પુત્ર અને મારી માતા એમ 3 પેઢી સાથે બેસીને વારસાને આગળ ધપાવી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, માતા 74 વર્ષના છે, છતાં પણ આજે તેઓ કામ કરી રહ્યા છે. હું પોતાને ખૂબ નસીબદાર માનું છું કે, અમે ત્રણ પેઢી સાથે મળીને કામ કરીએ છીએ. આજના જમાનામાં જ્યારે લોકો એકલા રહેવાનું પસંદ કરતા હોય છે, ત્યારે અમે એક પરિવાર થઈને જોડે રહીએ છીએ, અને ગણપતિની પ્રતિમા બનાવીએ છે. અમારા માટે આ ગણપતિજીના આશીર્વાદ છે. આજકાલની યુવા પેઢી મોબાઇલમાં જ પોતાનો સમય પસાર કરતી હોય છે. એવામાં મેં મારા દીકરાને ગણેશ પ્રતિમા બનાવવાની તાલીમ આપી રહ્યો છું. જેમાં ખૂબ જ ધીરજની જરૂર હોય છે, તથા શાંતિપૂર્ણ કામ કરવાનું હોય છે. પરંપરા અનુસાર, આ પરિવાર મહારાષ્ટ્રિયન ઢબથી ગણેશજીની પ્રતિમા બનાવે છે. જેમકે, બ્રાહ્મણ પલાઠીવાળા, સિંહાસન વાળા, નવરંગ તથા દગડું શેઠ સ્વરૂપના ગણેશજી બનાવે છે. આ ગણેશજીની પ્રતિમા બનાવવા માટે ભાવનગરથી ચીકણી માટી લાવવામાં આવે છે. એક ગણેશ પ્રતિમા બનાવતા 2 દિવસનો સમય લાગે છે. અને વર્ષ દરમિયાન 200થી 300 જેટલી મૂર્તિ બનાવતા હોય છે. એમનું કામ આખું વર્ષ ચાલતું હોય છે. જેમાં શહેર અને બહારના લોકો પણ ઘણા પ્રતિમાઓ ખરીદવા માટે આવતા હોય છે.

Next Story