વડોદરા: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કંડારી નજીક હિટ એન્ડ રનની ઘટના, બાળક સહિત 2 લોકોના મોત

અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલા ત્રણ લોકોને અડફેટે લેતા 8 વર્ષીય બાળક સહિત કુલ 2 લોકોના મોત નિપજ્યાં

વડોદરા: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કંડારી નજીક હિટ એન્ડ રનની ઘટના, બાળક સહિત 2 લોકોના મોત
New Update

વડોદરાના કરજણના કંડારી નજીક અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલા ત્રણ લોકોને અડફેટે લેતા 8 વર્ષીય બાળક સહિત કુલ 2 લોકોના મોત નિપજ્યાં હતા વડોદરાના કરજણ નજીકના કંડારી ગામ પાસે ગત રાત્રિના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા અને 8 વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. કંડારી ગામે ભાથીજી મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હોય હરી રામસંગ વસાવા તથા જયેશ રાઠવા તથા પીયુષ મુકેશભાઈ રાઠવા ભંડારામાં જમવા માટે જઈ રહ્યા હતા.

આ દરમ્યાન રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી તેઓ માર્ગ ઓળંગી રહ્યા હતા એ સમયે પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે ત્રણેયને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં હારી વસાવા અને 8 વર્ષીય બાળક જયેશ રાઠવાનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ તરફ અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે..

#hit and run #Karjan Accident News #Accidents #Karjan Hit And Run #Vadodara #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article