વડોદરા : મહિલા કોર્પોરેટરના જન્મદિવસની ઉજવણીમાં ગાઇડલાઇનનું પાલન ભુલ્યાં

વોર્ડ નંબર -6ના ભાજપી કોર્પોરેટર છે હેમિશા ઠકકર, માસ્ક પહેર્યા વિના સોશિયલ ડીસ્ટન્સ ન જાળવી કાપી કેક.

વડોદરા : મહિલા કોર્પોરેટરના જન્મદિવસની ઉજવણીમાં ગાઇડલાઇનનું પાલન ભુલ્યાં
New Update

કોરોનાની મહામારીને લઇ સરકાર લોકોને ગાઇડલાઇનનું પાલન કરવા જણાવી રહી છે પણ ખુદ ભાજપના આગેવાનો જ તેના ધજાગરા ઉડાવી રહયાં છે. વડોદરાના મહિલા કોર્પોરેટરનો જાહેરમાં કેક કાપતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

દ્રશ્યોમાં દેખાઇ રહેલાં બહેનનું નામ છે હેમિશા ઠકકર. હેમિશા ઠકકર કમળની ડીઝાઇનવાળી કેક કાપી રહયાં છે પણ કેકની સાથે તેમણે પાર્ટીની આબરૂ પણ કાપી હોય તેમ લાગી રહયું છે. હેમિશા ઠકકરએ તેમના જન્મદિવસ નિમિત્તે ભીડ ભેગી કરી કેક કાપી જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસ એ કોઇ પણ વ્યકતિ માટે ખુશીનો દિવસ હોય છે પણ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ ઉજવણી સંયમ અને નિયમોના પાલન સાથે થાય તે જરૂરી છે.

કોરોનાની ત્રીજી લહેર રોકવા માટે સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે પણ ભાજપના જ આગેવાનો અને કાર્યકરો નિયમો તોડી રહયાં હોવાથી આમ આદમીમાં ખોટો સંદેશો જઇ રહયો છે. હેમિશા ઠકકર ભાજપના યુવા નેતાની સાથે કોર્પોરેટર પણ છે ત્યારે તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી સાદગીથી અને કોવીડની ગાઇડલાઇનના પાલન સાથે કરી સમાજમાં હકારાત્મક સંદેશો આપવાની જરૂર હતી પણ તેઓ કેકની સાથે ભાજપની આબરૂને પણ કાપી નાંખી હોય તેમ શહેરીજનો કહી રહયાં છે.

#Vadodara #BirthDay Celebration #Connect Gujarat News #Birthday News #Corona Virus Guidelines
Here are a few more articles:
Read the Next Article