વડોદરા : હવે, એમ.એસ.યુનિવર્સિટીમાં પણ "પુષ્પારાજ", ચંદનના વૃક્ષની ચોરી મામલે સિક્યુરિટીનો ઉડાઉ જવાબ..!

એમ.એસ. યુનિવર્સિટીમાંથી ચંદનના વૃક્ષની ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે. જોકે, પરિસરમાંથી જ ચંદનના વૃક્ષની ચોરી થતા સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે.

New Update
વડોદરા : હવે, એમ.એસ.યુનિવર્સિટીમાં પણ "પુષ્પારાજ", ચંદનના વૃક્ષની ચોરી મામલે સિક્યુરિટીનો ઉડાઉ જવાબ..!

વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીમાંથી ચંદનના વૃક્ષની ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે. જોકે, પરિસરમાંથી જ ચંદનના વૃક્ષની ચોરી થતા સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે.  મળતી માહિતી અનુસાર, વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી સ્થિત બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયના પરિસરમાંથી ગતરોજ અજાણ્યા તસ્કરો ચંદનના વૃક્ષનું થડ કાપીને ફરાર થઈ ગયા હતા. જોકે, યુનિવર્સિટીમાં ચંદનના ઝાડની ચોરી થતા સુરક્ષા સામે પણ ઘણા સવાલ ઉઠ્યા છે, ત્યારે આ મામલાની જાણ સ્થાનિકોએ સિક્યુરિટીને કરતાં તેણે હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો. તમે પણ જુઓ અને સાંભળો કે, શું કહી રહ્યો છે આ સિક્યુરિટી સુપરવાઈઝર...

એમ.એસ. યુનિવર્સિટી સ્થિત બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયના પરિસરમાંથી થોડા દિવસ પહેલા એક અજીબ વસ્તુની ચોરી થઈ હતી. અજીબ એટલા માટે કે, ત્યાં કપડાં સુકવવાની દોરીની ચોરી થઈ હતી. જે મામલે સ્થાનિકોએ સિક્યુરિટીને જાણ કરી હતી. જોકે, સ્થાનિકો હીંચકે ઝૂલી રહ્યા હતા તે દરમ્યાન તેઓની નજર નજીકના ઝાડ ઉપર પડતાં ત્યાં પોતાના ઘર પાસેથી ચોરાયેલી દોરી જોવા મળી હતી. જેની તપાસ કરતાં ત્યાં ચંદનના વૃક્ષનું થડ ગાયબ જણાયું હતું. જોકે, હવે એમ.એસ. યુનિવર્સિટીમાંથી જ તસ્કરો ચંદનના વૃક્ષની ચોરી કરતાં સુરક્ષા સામે પણ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે.

Latest Stories