-
મનપાનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ-રીવાઈઝડ અંદાજપત્ર રજૂ
-
મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું
-
સફાઈ વેરાના રૂપિયા 50 કરોડના વધારવા માટે સૂચન કરાયું
-
કુલ રૂ. 6,200.56 કરોડના બજેટનું અંદાજપત્ર રજૂ કરાયું
-
પ્રાથમિક સુવિધાને લગતા કાર્યનો વિશેષ પ્રકારનો સમાવેશ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અંદાજપત્ર અને રીવાઈઝડ અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. જેમાં રૂપિયા 50 કરોડનો સફાઈ વેરાના વધારવા સૂચન કર્યું છે. જ્યારે કુલ રૂપિયા 6,200.56 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અંદાજપત્ર અને રીવાઈઝડ અંદાજપત્ર સ્થાયી સમિતિમાં અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને સુપ્રત કર્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં આ વર્ષે રૂપિયા 6200.56 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. જેમાં આ વર્ષે વિકાસના કામો રૂપિયા 1,846 કરોડનું લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે.
આ સાથે જ કોર્પોરેશનની મુખ્ય આવક ગણાતી વેરાની આવકનો લક્ષણ રૂ. 740 કરોડ મુકવામાં આવ્યો છે. ચૂંટણીલક્ષી બજેટ હોવાથી વિકાસના કામો વધુ મૂકવામાં આવ્યા છે. પરંતુ તેની સાથે રૂપિયા 50 કરોડનો સફાઈવેરો નાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રિવાઇઝ અંદાજપત્રમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે રૂ. 6,0013 ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે.
ગત વર્ષના અંદાજપત્રમાં રૂપિયા 1,700 કરોડના વિકાસના કામો રજૂ કર્યા હતા જેમાંથી અંદાજે 700 કરોડના કામો અધૂરા રહ્યા છે, જ્યારે કેટલાક કામો તો માત્ર કાગળ પર ઘોડા દોડાવ્યા સમાન જ રહ્યા છે, અને તે કામો શરૂ થઈ શક્યા જ નથી, ત્યારે આ વર્ષે ફરી એકવાર 1,800 કરોડથી વધુ રકમના વિકાસના કામો મુકવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પ્રાથમિક સુવિધાને લગતા કામોનો સમાવેશ થાય છે.