વડોદરા: પાલિકાની વૉટર વર્કસ કમીટીની મળી બેઠક, પાણીના પ્રશ્નો અંગે અધ્યક્ષ જ અજાણ

વોટર વકર્સ સમિતિ દ્વારા યોગ્ય પગલા લેવાય છે કે કેમ અને શહેરની પ્રજાને યોગ્ય સમયે અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવું આયોજન થાય તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.

New Update
વડોદરા મહાનગરપાલિકાની બેઠક મળી
પાણીના પ્રશ્નો બાબતે કરાય ચર્ચા
કમિટીના અધ્યક્ષ જ પ્રશ્નોથી અજાણ
મહાવીર પુરોહિત છે કમિટીના અધ્યક્ષ
પ્રશ્નો બાબતે આપ્યો ગોળ ગોળ જવાબ
વડોદરા મહાનગર પાલિકામાં વૉટર વર્કસ કમિટીની બેઠક મળી હતી. જેમા શહેરમાં પાણીના પ્રશ્નને લઇ ચર્ચાઓ કરવમાં આવી હતી. વડોદરામાં હાલમાં શહેરનાં પૂર્વ વિસ્તાર સહીત અનેક જ્ગ્યાએ પુરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી, તો કેટલીક જગ્યાએ પાણી મળે છે પરંતુ ખૂબ જ દુષિત હોવાની અનેક વાર રજૂઆતો કોર્પોરેશનમાં પ્રજાજનો કરતા હોય છે.
ત્યારે વોટર વકર્સ સમિતિ દ્વારા યોગ્ય પગલા લેવાય છે કે કેમ અને શહેરની પ્રજાને યોગ્ય સમયે અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવું આયોજન થાય તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.વૉટર વર્ક્સ કમિટીની બેઠકમાં અધ્યક્ષ મહાવીરસિંહ પુરોહિતે જણાવ્યુ હતું કે, ચોખ્ખું પાણી આપવુંએ વડોદરા સંસ્કારની નગરી માટેની જવાબદારી અમારી છે, સાથે જ તેઓને નમુના ફેલ અંગે પૂછતા તેઓએ જવાબને ફંગોળી કહ્યું કે તમારા ધ્યાનમાં આવે તો કહેજો તેવુ કહી સવાલને ટાળ્યો હતો
અને આ બાબતે મને ખબર નથી તેવો જવાબ આપ્યો હતો. સાથે શહેરમાં વોર્ડ નંબર 13માં પાણીની સમસ્યાને લઇ પૂછતા તેઓએ કહ્યું કે, આ બાબતે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને વહેલી તકે નિકાલ થાય તેવો પ્રયાસ કરીશું.
#વડોદરા સમાચાર #Vadodara Muniple Corpotation
Here are a few more articles:
Read the Next Article