વડોદરા : બરાનપુરા અખાડા દ્વારા નવચંડી-પંચકુંડી યજ્ઞનું આયોજન, હાથી સાથે નીકળી જવારા વિસર્જન શોભાયાત્રા...

વડોદરા શહેરના બરાનપુરા અખાડા દ્વારા ભવ્ય નવચંડી-પંચકુંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
વડોદરા : બરાનપુરા અખાડા દ્વારા નવચંડી-પંચકુંડી યજ્ઞનું આયોજન, હાથી સાથે નીકળી જવારા વિસર્જન શોભાયાત્રા...

વડોદરા શહેરના બરાનપુરા અખાડા દ્વારા ભવ્ય નવચંડી-પંચકુંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે જવારા વિસર્જનનો વરઘોડો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બરાનપુરા અખાડાના વ્યંઢળો જોડાયા હતા.

વડોદરા શહેરના બરાનપુરા શિવાજી ચોકના માસીબાના અખાડા દ્વારા ગત 30 ઓક્ટોબરે ભવ્ય નવચંડી-પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. વિવિધ ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત જવારા વિસર્જનનો વરઘોડો, સુંદરકાંડ અને આનંદનો ગરબો આયોજિત કરવામાં આવ્યો છે, ત્યારે તા. 2જી નવેમ્બરે સુંદરકાંડ ગાયક અશ્વિન પાઠકના કંઠે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે તા. 7 નવેમ્બરે અતુલ પુરોહિતના કંઠે આનંદનો ગરબો ગવાશે, જ્યારે આજે માતાજીની આરાધનામાં સ્થાપવામાં આવેલ જવારાના વિસર્જન માટે હાથી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વ્યંઢળ સમાજ સહિત ભાવિક ભક્તો જોડાયા હતા. આ વરઘોડામાં આદિવાસી નૃત્ય અને વિવિધ વેશભૂષાએ લોકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું.

Latest Stories