Connect Gujarat
વડોદરા 

વડોદરા: હવે વધુ અવાજે ડી.જે.વગાડ્યું તો ખેર નથી,જુઓ પોલીસે શું કરી કાર્યવાહી

હવે સાઉન્ડ સિસ્ટમમાં લિમિટેશન નહીં હોય તો આ જ પ્રકારે કાર્યાવહી કરશે.

X

વડોદરામાં બેરોકટોક વધુ અવાજે વાગતા ડી. જે. સિસ્ટમ સામે વડોદરા પોલીસે કાર્યવાહી કરી છે. હાઇકોર્ટે કરેલા નિર્દેશ બાદ વધુ સાઉન્ડવાળા ડી. જે. સિસ્ટમ સામે પોલીસે કાર્યાવહી કરી છે. જેમાં આવાજ વધારવા માટે વપરાતા 14 જેટલા પ્રેશરમિડ જપ્ત કરી કાર્યવાહી કરી છે. 5 દુકાનોમાં સઘન ચેકિંગ કરતા ત્રણ દુકાનોમાંથી વધુ અવાજ ફેલાવે એવી સિસ્ટમ સામે કાર્યાવાહી કરી હોય તે આ પહેલો બનાવ છે.

હવે સાઉન્ડ સિસ્ટમમાં લિમિટેશન નહીં હોય તો આ જ પ્રકારે કાર્યાવહી કરશે.આ અંગે પોલીસે જણાવ્યું હતું કે 5 જેટલી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ત્રણ શોપ જેમાં મારુતિ ઇલેક્ટ્રોનિક અને હરિસિધ્ધિ ઇલેક્ટ્રોનિક જે નવાપુરાની હદમાં આવેલી છે ત્યાં અને વિનાયક ઇલેક્ટ્રોનિક જે રાવપુરા પોલીસ મથકની હદમાં આવેલી છે.

ત્યાં તપાસ કરતા સાઉન્ડ પ્રેશરમિડ મળી આવ્યા હતા. આ સિસ્ટમમાં એકની જગ્યાએ વધુ લગાવતા અવાજની તીવ્રતા વધુ જોવા મળે છે. જેના કારણે રહીશોને નક્કી કરેલ ડિસેબલ કરતા વધારે અવાજ આવતા હેરાન થાય છે.

Next Story