વડોદરા : હવે તમે સુરસાગર તળાવમાં બોટિંગ કરી શકશો, 29 વર્ષ બાદ ફરીથી બોટિંગ સેવા શરૂ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા હવે ભાજપને લોક સુવિધાઓ અને ખાતમુહૂર્તના કામો યાદ આવી રહ્યા છે,

New Update
વડોદરા : હવે તમે સુરસાગર તળાવમાં બોટિંગ કરી શકશો, 29 વર્ષ બાદ ફરીથી બોટિંગ સેવા શરૂ
Advertisment

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા હવે ભાજપને લોક સુવિધાઓ અને ખાતમુહૂર્તના કામો યાદ આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં બોટિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી બોટિંગ કરી શકશે. જેના માટે 50 રૂપિયા ફી તેમજ 12 વર્ષથી નાના બાળકો માટે 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

Advertisment

તો બીજી તરફ, સુરસાગર તળાવની આજુબાજુ ગીચ વિસ્તાર આવેલો છે, અને ત્યાં વર્ષોથી વાહનોના પાર્કિંગની ઘણી મોટી સમસ્યા છે. પાલિકા દ્વારા બોટિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે તો નાગરિકોનો ઘસારો વધશે. પરંતુ પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાના કારણે નાગરિકોને પરેશાની ભોગવવી પડશે. તદુપરાંત નાગરિકો માટે શૌચાલય અને ફુડ સ્ટોલ જેવી વ્યવસ્થાઓ પર ઉભી કરવી પડશે. ઉલ્લેખનિય છે કે, 1993માં સુરસાગરમાં બનેલી નૌકા દુર્ઘટના પછી ત્યાં બોટિંગ બિલકુલ બંધ થઇ ગયું હતું. જોકે, 29 વર્ષ સુધી સુરસાગરમાં બોટિંગ બંધ રહ્યા પછી સેવાસદનના સત્તાધીશોએ તેના પુન: બોટિંગ સેવા શરૂ કરવા માટેની કવાયત આદરી હતી. આ પહેલા 2009માં પણ સુરસાગરમાં બોટિંગ સેવા શરૂ કરવાની વાતો થઇ હતી. પણ બોટિંગ સેવા શરૂ થઇ શકી નહોતી.

Latest Stories