વડોદરા : ભારે પવનના કારણે હોર્ડિંગ્સો તૂટી પડવાની ઘટનાઓ સામે વિરોધ પક્ષના નેતાનો "વિરોધ"

ભારે પવનના કારણે રસ્તાઓ પર લાગેલા હોર્ડિંગ્સ તૂટી પડ્યા હોર્ડિંગ્સ કોઈ વ્યક્તિ પર પડ્યા હોત તો જાનહાનીની સંભાવના હોર્ડિંગ્સોને તાત્કાલિક દૂર કરવા વિરોધ પક્ષના નેતાની રજૂઆત

New Update
વડોદરા : ભારે પવનના કારણે હોર્ડિંગ્સો તૂટી પડવાની ઘટનાઓ સામે વિરોધ પક્ષના નેતાનો "વિરોધ"

વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી ભારે પવનના કારણે રસ્તાઓ પર લાગેલા હોર્ડિંગ્સ તૂટી પાડવાની ઘટનાઓ સર્જાય છે, ત્યારે અવર-જવર કરતા વ્યક્તિઓ પર જો આ હોર્ડિંગ્સ પડે અને કોઈ મોટી જાનહાની થાય તો તેના માટે જવાબદાર કોણ તે મામલે વિરોધ પક્ષના નેતા અમી રાવતે પાલિકા સામે આક્ષેપ કર્યા હતા.

વડોદરા શહેરને સ્માર્ટસિટી કહેવામાં આવે છે, અને સ્માર્ટસિટી અંતર્ગત પાલિકા દ્વારા અનેક દબાણો દૂર કરવામાં આવે છે. મંદિરો તોડવા સહિત લારી અને ગલ્લા ઉઠાવામાં આવે છે. પરંતુ નેતાઓની જાહેરાતવાળા હોર્ડિંગ્સો જે સ્માર્ટસિટીના દરેક ચાર રસ્તા પર લગાવામાં આવે છે, તેને દૂર કરવામાં નથી આવતા, ત્યારે દક્ષિણી રાજ્યોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પણ પલટો આવતા પૂર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનનો વેગ વધુ હોવાથી વડોદરા શહેરના ચાર રસ્તાઓ તેમજ સરકારી કચેરી નજીક નેતાઓની જાહેરાતના મોટા હોર્ડિંગ્સ તૂટી પડ્યા છે, તો અમુક હોર્ડિંગ્સ નમી પડ્યા છે, ત્યારે જાહેર માર્ગ પર તેમજ સરકારી કચેરીઓમાં અવર-જવર કરતા વ્યક્તિઓ અને ખાસ કરીને ઉંમરલાયક વ્યક્તિ પર જો આ હોર્ડિંગ્સ પડે તો તેના માટે જવાબદાર કોણ.? દબાણોની જેમ પાલિકાના સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે રસ્તાઓ તેમજ સરકારી કચેરીઓ નજીક લગાવેલા મોટા હોર્ડિંગ્સોને દૂર કરવા જોઈએ તેવું વિરોધ પક્ષના નેતા અમી રાવતે જણાવ્યુ હતું.

Latest Stories