/connect-gujarat/media/post_banners/186d6d37a7291cd0eae321825e8dbf48542caa3e9176bffd159eafe18f56e9f1.jpg)
વડોદરાના સોખડા નજીક ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ
વીજ સપ્લાય વગર રહેતા લોકોએ નોંધાવ્યો વિરોધ
અધિકારીઓ થયા દોડતા
વડોદરા પાસે સોખડા નજીક વીજ સપ્લાય વગર રહેતા લોકોએ સ્થાનિક વીજ કચેરી જઇને અન્ય ગામો તથા GIDCનો સપ્લાય બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો વડોદરા પાસેના સોખડા નજીક અપૂરતા વીજ પુરવઠાના કારણે સ્થાનિકલોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ અનુસાર આજે વરસાદ નથી છતાં પદમલા, સંકરદામાં લાઈટો નથી. અહીંના મેઈન એન્જિનિયરનો ફોન સ્વીચઓફ આવે છે. કોઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી. અધિકારીઓ બેફામ થઈ ગયા છે. તેમને ટાઈમે પગાર મળી જાય છે. જેને કારણે લોકોને ગામની પ્રજાની કોઈ પડી નથી