Connect Gujarat
વડોદરા 

વડોદરા: PM નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, રાજ્યવાસીઓને નવા વર્ષની પાઠવી શુભકામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ વડોદરામાં રોડ શો કર્યો હતો અને અને ત્યાર બાદ વિશાળ જનમેદની વચ્ચે અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ વડોદરામાં રોડ શો કર્યો હતો અને અને ત્યાર બાદ વિશાળ જનમેદની વચ્ચે અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું.

વડોદરાના લેપ્રસી મેદાનમાં વડાપ્રધાન મોદીએ ઉદ્યોગપતિઓને સંબોધન શરૂ કર્યું હતું. જેમાં મોદીએ કહ્યું હતું કે, 'હું એ દિવસ જોઈ રહ્યો છું, જ્યારે મોટા પેસેન્જર પ્લેન ભારતમાં બનતા હશે, જેના પર લખ્યું હશે મેક ઇન ઇન્ડિયા'. આ પહેલા મોદીએ એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના રોડ પર રોડ શો કર્યો હતો. વડોદરા ખાતે એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારમાં સવાર થઈ અને લેપ્રસી ગ્રાઉન્ડ સુધી ધીમી ગાડી રાખી અને રોડ શોમાં હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વડોદરાના લેપ્રસી મેદાન ખાતે PM મોદીએ ઈન્ડિયન એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ વિમાન માટેના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી અને કહ્યું કે આજે ભારતને દુનિયાના મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા તરફ જઈ રહ્યો છું.ભારત આજે પોતાનું ફાઇટર પ્લેન બનાવી રહ્યું છે. ટેન્ક અને સબમરિન બનાવી રહ્યું છે ત્યારે ભારતમાં નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે.

Next Story