Connect Gujarat
વડોદરા 

વડોદરા: પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 આરોપીની કરી ધરપકડ

વડોદરા: પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 આરોપીની કરી ધરપકડ
X

વડોદરા થર્ટીફર્સ્ટ પહેલાં શહેર પોલીસે નશાખોરો સામે ઝુંબેશ વધુ કડક બનાવી છે.પોલીસે એક જ દિવસમાં ત્રણ સ્થળે દરોડા પાડી ત્રણ કિલોથી વધુ ગાંજા સાથે ત્રણ કેરિયરને ઝડપી પાડયા છે.ત્રણેય બનાવમાં ગાંજાના સપ્લાયરોની તપાસ કરવામાં આવી રહી છે.

ફતેગંજની દાજીગલીમાં એક યુવક ગાંજાની પડીકીઓ વેચી રહ્યો હોવાની વિગતોને પગલે સયાજીગંજના પીઆઇ આર જી જાડેજા અને ટીમે દરોડો પાડી નકુલ વાસુદેવ પંચાલ(દાજી ગલી,ફતેગંજ)ને ઝડપી પાડયો હતો.પોલીસે તેની પાસેથી રૃ.૧૭,૮૦૦ની કિંમતનો ૧.૭૮૦ કિલો ગાંજો કબજે કર્યો હતો.જ્યારે,ગાંજાના વેચાણના રૃ.૧૫૦૦ પણ કબજે કર્યા હતા.

આ જ રીતે પાણીગેટ ખાલગા મહોલ્લા ખાતે માસુમ ચેમ્બર્સમાં રહેતો વસિમ સિકંદર દિવાન ગાંજાનું વેચાણ કરતો હોવાની વિગતો મળતાં એસઓજીના પીઆઇ સી બી ટંડેલે દરોડો પાડી તેની પાસેથી ૧.૬૮૬ ગ્રામ ગાંજો અને વેચાણના રોકડા રૃ.૪૧૦૦ કબજે કર્યા હતા.પોલીસે એક મોબાઇલ પણ કબજે લીધો હતો.

ગાંજાનો જથ્થો પારૃલ યુનિવર્સિટી નજીક એક મહિલા પાસેથી લવાયો હોવાની વિગતો ખૂલતાં પોલીસે મહિલા અને તેને ત્યાં કામ કરતા શ્રમજીવીને વોન્ટેડ જાહેર કર્યા છે.જે પી રોડના પીઆઇ આર એન પટેલની સૂચના મુજબ પોલીસની ટીમે તાંદલજાના માળી મહોલ્લામાં રહેતા તોસિફ મોહમ્મદ પટેલને ૧૬ ગ્રામ ગાંજા અને રોકડા રૃ.૧૦૦ કબજે કર્યા હતા.

મકરપુરા હાઇવે પર પોલીસે એક કારમાંથી દારૃની બોટલો કબજે કરી બે જણાની ધરપકડ કરી હતી.

વડોદરામાં દારૃ ઘૂસાડવામાં આવી રહ્યો હોવાની વિગતોને પગલે પોલીસ શહેરના એન્ટ્રી પોઇન્ટ જામ્બુવા ખાતે વોચમાં હતી ત્યારે એક કારને ચેક કરતાં અંદરથી રૃ.૨૫ હજારની કિંમતની દારૃની ૨૫૧ નંગ બોટલ મળી હતી.

પોલીસે વિશાલ ગણપતભાઇ સાલવી અને કનુ રણછોડભાઇ ભરવાડ (બંને રહે.અબ્રામા ગામ,વલસાડ)ના બે મોબાઇલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

Next Story