વડોદરા:નવ વર્ષે પોલીસને મળી સફળતા,ગેંગરેપનો આરોપી ઝડપાયો,હજી ત્રણ ફરાર

મધ્યપ્રદેશના ઈસમ દ્વારા યુવતી પર નજર બગાડી હતી,અને અપહરણ કરીને રાજકોટ ખાતે કોઈક અજાણ્યા મકાનમાં 20 દિવસ સુધી ગોંધી રાખી હતી,અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું

New Update
  • ગેંગરેપનો આરોપી 9 વર્ષે ઝડપાયો

  • શહેર પોલીસે શાંતુ ઈલુ નિનામાની કરી ધરપકડ

  • 2016માં મજૂરી કરતી યુવતી ગેંગરેપનો બની હતી ભોગ 

  • આરોપીએ યુવતીની એકલતાનો લાભ લીધો

  • 4 આરોપીઓએ આચર્યું હતું દુષ્કર્મ

 

વડોદરામાં નવ વર્ષ અગાઉ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતી યુવતી સાથે ગેંગરેપની ઘટના બની હતી,જે બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે,જ્યારે અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટેની પોલીસે કવાયત શરૂ કરી છે.

વડોદરા શહેરમાં ચાલતા વર્ષ 2016માં કન્ટ્રક્શનના કામ દરમિયાન પંચમહાલની યુવતી મજૂરી કામ કરતી હતી,તે દરમિયાન મધ્યપ્રદેશના શાંતુ ઈલુ નિનામા દ્વારા યુવતી પર નજર બગાડી હતી,અને અપહરણ કરીને રાજકોટ ખાતે કોઈક અજાણ્યા મકાનમાં 20 દિવસ સુધી ગોંધી રાખી હતી,અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું,જ્યારે આ દરમિયાન તેના અન્ય ત્રણ મિત્રોએ પણ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

આ ઘટના અંગે યુવતીએ 2016માં આરોપી શાંતુ નિનામા,કમલેશ નિનામા,કૈલાશ ભાભોર,કાંતુ ભાંભોર સામે ફરિયાદ નોંધાવી હતી,જે ઘટનામાં નવ વર્ષે પોલીસને સફળતા પ્રાપ્ત થઇ છે,જેમાં પોલીસે બાતમીના આધારે વડોદરા કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા શાંતુ ઈલુ નિનામાની ધરપકડ કરી હતી.અને અન્ય તેના ત્રણ મિત્રોને ઝડપી લેવા માટેની કવાયત શરૂ કરી હતી.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.