વડોદરા : કરજણમાં ગેરકાયદે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર પોલીસનો છાપો, રૂ. 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત...

જિલ્લાના કરજણનગરના નવાબજાર વિસ્તારમાં આવેલ જલારામનગરમાંથી પોલીસે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે.

New Update
વડોદરા : કરજણમાં ગેરકાયદે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર પોલીસનો છાપો, રૂ. 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત...

વડોદરા જિલ્લાના કરજણનગરના નવાબજાર વિસ્તારમાં આવેલ જલારામનગરમાંથી પોલીસે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે.પોલીસે રૂ. 3.15 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

વડોદરા જિલ્લાની કરજણ પોલીસને બાતમી મળી હતી કે, કરજણના નવાબજાર ખાતે જલારામનગરમાં રહેતા કમલેશ વસાવાની ચણતરવાળા પતરાની ઓરડીમાં ભેળસેળયુક્ત બનાવટી ઘી જાતે બનાવી પાઉચમાં પેકિંગ કરી વેચાણ અર્થે રાખ્યું છે, ત્યારે બાતમીવાળા સ્થળે છાપો મારતાં પોલીથીન તેલના ડબ્બા તથા વનસ્પતિ ઘીના ડબ્બા, ગેસની બોટલ, સગડી અને વજનકાંટો સહિત રૂ. 3.15 લાખથી વધુના મુદ્દામાલ સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર નવાબજાર-કરજણના શાસ્ત્રીપાર્કના રહેવાસી રાકેશ વઘાસીયા અને કરજણના જલારામનગરના રહેવાસી કમલેશ વસાવાની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, કરજણ નગરમાં ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Advertisment