વડોદરા : પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે પોલીસે મુખ્ય આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું...

બાબર પઠાણે હત્યાના ગુનાને અંજામ કેવી રીતે આપ્યો તે જાણવા માટે પોલીસે રિ-કન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરી હતી. લોકટોળા ન ઉમટે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહેલી સવારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

New Update
Advertisment
  • પૂર્વ કોર્પોરેટરના પુત્રની જાહેરમાં થયેલી હત્યાનો મામલો

  • પોલીસ દ્વારા આરોપીઓને પકડી તેઓના રિમાન્ડ મેળવાયા

  • હત્યાને કેવી રીતે અંજામ આપ્યો તે જાણવા પોલીસની કાર્યવાહી

  • મુખ્ય આરોપીને સાથે રાખી પોલીસ દ્વારા રિ-કન્સ્ટ્રક્શન કરાયું

  • આ મામલે 10 આરોપીઓની કરવામાં આવતી ઘનિષ્ઠ પૂછપરછ

Advertisment

વડોદરા શહેરના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને સાથે રાખી ઘટના અંગે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા મામલે પોલીસ દ્વારા આરોપીઓને પકડી તેઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ દરમિયાન આજરોજ મુખ્ય આરોપી બાબર પઠાણને સાથે રાખીને સયાજી હોસ્પિટલ ખાતે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

બાબર પઠાણે હત્યાના ગુનાને અંજામ કેવી રીતે આપ્યો તે જાણવા માટે પોલીસે રિ-કન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ કરી હતી. લોકટોળા ન ઉમટે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહેલી સવારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં રિ-કન્સ્ટ્રક્શન કરી આરોપીને પરત લઈ જવામાં આવ્યો હતો.

ગણ્યા ગાંઠિયા પોલીસ કર્મીઓ સાથે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેતપન પરમારની હત્યા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા છે. હાલ સુધીમાં આ મામલે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છેઅને તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Latest Stories