વડોદરા : MSUની પોલિટેકનિક કોલેજના પોલિટિકલ પ્રોફેસર, વ્હોટ્સએપ ગ્રુપમાં ABVPની પોસ્ટ મુકતા NSUIનો વિરોધ...

MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા પ્રોફેસરે વોટ્સએપ ગ્રુપમાં ABVPની પોસ્ટ મુકતા NSUIએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

New Update
વડોદરા : MSUની પોલિટેકનિક કોલેજના પોલિટિકલ પ્રોફેસર, વ્હોટ્સએપ ગ્રુપમાં ABVPની પોસ્ટ મુકતા NSUIનો વિરોધ...

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા પ્રોફેસરે વોટ્સએપ ગ્રુપમાં ABVPની પોસ્ટ મુકતા NSUIએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા પ્રોફેસર સમીર શાહે વોટ્સએપ ગ્રુપમાં ABVPની પોસ્ટ મુકતા ભારે વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલે NSUIએ રોષ વ્યક્ત કરી પ્રોફેસર સમીર શાહને ઉગ્ર રજૂઆત કરી હતી. આ સાથે જ પ્રોફેસર સમીર શાહનો ફોટો ફાડીને તેમની ઉપર જ ફેંક્યો હતો. જોકે, આ મામલે સમીર શાહનું કહેવું છે કે, તેમણે આ પોસ્ટ માત્ર વિદ્યાર્થીઓના નોલેજ માટે વોટ્સએપ ગ્રુપમાં મુકી હતી. જોકે, અગાઉ પણ આ પ્રોફેસર અનેક વિવાદોમાં આવ્યા છે, અને ફરીવાર આજ પ્રોફેસર દ્વારા ફરીવાર ગેરરીતી કરવામાં આવી છે. નિયમ મુજબ કોઈપણ પ્રોફેસર કોઈપણ પ્રકારની પોલિટિકલ એક્ટીવીટી પોતાની સંસ્થા કે, જ્યાં તેમની ફરજ બજાવતા હોય ત્યાં કરી શકતા નથી. પ્રોફેસર કોઈપણ પ્રકારની માહિતી, મેસેજ કે કોઈને પર્સનલ ગ્રુપમાં મોકલી શકતા નથી, ત્યારે પ્રોફેસર સમીર શાહને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે વડોદરા શહેર NSUI પ્રમુખ દ્વારા ડીનને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

#Gujarat #Vadodara #opposition #ABVP #Political Professor #MSU's Polytechnic College #NSUI's #WhatsApp group
Latest Stories