વડોદરા : ખંડેરાવ માર્કેટ નજીક ટ્રાફિકને નડતરરૂપ લારી-પથારાવાળાઓના દબાણો દૂર કરાતા વિરોધ...

ટ્રાફીક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

New Update
વડોદરા : ખંડેરાવ માર્કેટ નજીક ટ્રાફિકને નડતરરૂપ લારી-પથારાવાળાઓના દબાણો દૂર કરાતા વિરોધ...

વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા દ્વારા પથારા અને લારી મુકી ફ્રુટ્સ વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચાર રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફીક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ કામગીરીથી લારી ધાકરો ખફા થયા છે, અને આજે સુત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ તંત્ર પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. ગત રાત્રે દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા. વિક્રેતાઓએ જણાવ્યુ હતું કે, સવારે 5 વાગ્યાથી લઇ 8 વાગ્યા સુધી મોટી ગાડીઓ રોડ પર લગાડીને ટ્રાફિક કરવામાં આવે છે.

તે લોકો 9 વાગ્યા પહેલા ધંધો કરીને જતા રહે છે. પછી અમે સ્થાનિકો લારી લઇને ફુટપાથ પર બેસીનો ધંધો કરી રહ્યા છે. અમને હટાવી દેવામાં આવે છે.

Latest Stories