વડોદરા : સહજ રંગોળી ગૃપ દ્વારા દિવાળી નિમિત્તે ઇસ્કોન મંદિરે મનોરમ્ય રંગોળી પ્રદર્શન યોજાયું…

વડોદરા શહેરના સહજ રંગોળી ગૃપ દ્વારા ઇસ્કોન મંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે ભવ્ય રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update

વડોદરા શહેરના સહજ રંગોળી ગૃપ દ્વારા ઇસ્કોન મંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે ભવ્ય રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પંચ તત્વની થીમ આધારિત 16 કલાકારો દ્વારા 13 મનોરમ્ય રંગોળી બનાવવામાં આવી છે.

વડોદરા શહેરના સહજ રંગોળી ગૃપની પરંપરા મુજબ દિવાળીના તહેવારો નિમિત્તે પંચ તત્વની થીમ પર કુલ 16 કલાકારો દ્વારા 13 મનોરમ્ય રંગોળી બનાવવામાં આવી છે. કુદરતના પાંચ તત્વ જેમ કેપૃથ્વીજળઅગ્નિવાયુ અને આકાશ પર આધારિત રંગોળીઓ તે ઉપરાંત સ્વર્ગસ્થ રતન તાતાને શ્રધ્ધાંજલી આપતી રંગોળી પણ બનાવવામાં આવી છે.

સહજ રંગોળી ગૃપ દર વર્ષે વિવિધ થીમ પર રંગોળી બનાવતું આવ્યું છેતેમજ વર્ષમાં 2 વખત નિઃશુલ્ક રંગોળી કાર્ય શિબિરનું આયોજન કરી વડોદરાની કલાપ્રેમી જનતાને નિઃશુલ્ક રંગોળી શીખવે છે. જેમા અત્યાર સુધીમાં 5 હજારથી વધું વિધાર્થીઓ રંગોળી શીખી ચુક્યા છે. સહજ રંગોળી ગ્રુપના સ્થાપક કમલેશ વ્યાસએ જણાવ્યું હતું કેછેલ્લા 8 વર્ષથી ઇસ્કોન મંદિરના પરિસરમાં રંગોળી પ્રદર્શન આયોજિત કરવામાં આવી રહ્યું છે.

પરંતુ સમય જતા હવે રંગોળીના સ્વરૂપમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પોર્ટ્રેટ સ્વરૂપમાં હવે આર્ટિસ્ટ રંગોળી બનાવી રહ્યા છે. આ રંગોળી પ્રદર્શનમાં સ્થાપક કમલેશ વ્યાસમીના વ્યાસપ્રજ્ઞા બેન્કરહેત્વી શાહપ્રેરણા વ્યાસતેજસ પટેલરચના સોનીગૌતમી ચૌહાણવનીના જોશીમીનાક્ષી વાલાયાત્રા પરીખહેતલ પરમારહેલી રાણાપ્રશાંત કાઠેશિયાની રંગોળી પ્રદર્શિત કરવામાં આવી છે.

 

#Gujarat #Vadodara #rangoli #Rangoli program #Sahaj Rangoli Group
Here are a few more articles:
Read the Next Article