Connect Gujarat
વડોદરા 

વડોદરા : 2 મોટા નવરાત્રીના આયોજન સામે સનાતન હિન્દુ સમિતિનો વિરોધ, જુઓ જ્યોતિન્દ્રગિરિએ કેમ ઉઠાવ્યો વાંધો..!

આગામી તા. 15 ઓક્ટોબરથી નવરાત્રી ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. નવરાત્રીને લઈને હાલમાં મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે.

X

આગામી તા. 15 ઓક્ટોબરથી નવરાત્રી ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. નવરાત્રીને લઈને હાલમાં મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. વડોદરાનો નવરાત્રીનો તહેવાર વિશ્વભરમાં પ્રખ્યાત છે, ત્યારે સનાતન હિન્દુ સમિતિએ 2 મોટા આયોજનોમાં વિધર્મીઓને કામ આપવા સામે વિરોધ વ્યક્ત કર્યો છે. વડોદરામાં રાજવી પરિવાર દ્વારા કરવામાં આવેલ હેરિટેજ ગરબાના આયોજન LVP - લક્ષ્મી વિલાસ પેલેસમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ મુંબઈની એક કંપનીને આપવામાં આવ્યું છે, જેનો માલિક એક વિધર્મી છે. આ જ પ્રકારે VNF-વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં મંડપનું કામ પણ એક વિધર્મીને સોંપવામાં આવ્યું છે. જેનો સનાતન હિન્દુ સમિતિએ વિરોધ વ્યક્ત કર્યો છે. સમિતિના વડા જ્યોતિન્દ્રગિરિએ આક્ષેપ કર્યો હતો કે, આવા કૃત્યો લવ જેહાદના બનાવોમાં વધારો કરે છે. શું સમગ્ર ભારતમાં મંડપ અને કાર્યક્રમોમાં કામ કરતા સનાતની લોકોની અછત છે? તેમ જણાવી જ્યોતિન્દ્રગિરિએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Next Story