Connect Gujarat
વડોદરા 

વડોદરા : સયાજીગંજના ધારાસભ્ય બનતા કેયુર રોકડિયાએ મેયર પદેથી “રાજીનામું” આપ્યું…

એક વ્યક્તિ દ્વારા ફક્ત એક જ હોદ્દાનો અમલ કરાતો હોવાથી ભાજપ દ્વારા નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે,

વડોદરા : સયાજીગંજના ધારાસભ્ય બનતા કેયુર રોકડિયાએ મેયર પદેથી “રાજીનામું” આપ્યું…
X

એક વ્યક્તિ દ્વારા ફક્ત એક જ હોદ્દાનો અમલ કરાતો હોવાથી ભાજપ દ્વારા નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે, ત્યારે વડોદરાના મેયર કેયુર રોકડિયા સયાજીગંજ બેઠક પર ધારાસભ્ય પણ છે. જેના કારણે તેઓએ આજરોજ મનપા સભા સેક્રેટરીને રાજીનામું સુપ્રત કર્યું હતું.


રાજકોટના મેયરે પદ પરથી રાજીનામું આપ્યા બાદ, આજે વડોદરાના મેયર કેયુર રોકડિયાએ પણ પદ પરથી રાજીનામુ આપ્યુ છે. એક વ્યક્તિ દ્વારા ફક્ત એક જ હોદ્દાનો અમલ કરાતો હોવાથી ભાજપ દ્વારા આ નિર્ણય લેવમાં આવ્યો છે. તેવામાં વડોદરાના મેયર કેયુર રોકડિયા સયાજીગંજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે, ત્યારે કેયુર રોકડિયાએ આજરોજ મનપા સેક્રેટરીને રાજીનામું સુપ્રત કર્યું હતું. કેયુર રોકડિયાએ જણાવ્યુ હતુ કે, પાર્ટીએ વિચાર મૂક્યો છે કે, એક વ્યક્તિ એક જવાબદારી નિભાવી શકે, ત્યારે આ નિર્ણય દરેક વ્યક્તિ અપનાવે જેથી બીજા કાર્યકર્તાઓને પણ સાચવી શકાય અને ન્યાય આપી શકાય છે. આ વિચારને સમર્થન આપતા જ્યારે હાલમાં 2 મુખ્ય સયાજીગંજ બેઠકના ધારાસભ્ય અને શહેરના મેયરની જવાબદારી કેયુર રોકડિયા પાસે જવાબદારી છે. જોકે, હાલમાં જ 23 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર શરૂ થઇ રહ્યુ છે, ત્યારે સવા મહિના સુધી દરેક ધારાસભ્યએ ગાંધીનગર રોકાવું પડે તેમ છે. આ સાથે જ વડોદરા શહેરના નાગરિકોના અનેક પ્રશ્નો, શહેરના વિકાસની વાતો, અનેક નિર્ણયો આ તમામ મેયરપદેથી કરવાના હોય, ત્યારે પાર્ટીના વિચારને માન્ય રાખીને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીસ સમક્ષ મેયર પદેથી રાજીનામા અંગેનો પ્રશ્ન લખતા તેના જવાબમાં મંજૂરી મળી હતી. જેથી મેયર કેયુર રોકડિયાએ આજરોજ સભા સેક્રેટરીને રાજીનામું સુપ્રત કર્યુ હતું.

Next Story