/connect-gujarat/media/post_banners/0bf7e23eb089575c46372cc7f5ca3c570f78014cd27b49fe0d861f661d2fdc31.webp)
વડોદરા શહેરના સમા તળાવ સામે આવેલા અર્થ કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું છે. જેમાં પોલીસે મેનેજર અને હાઉસ કીપિંગનું કામ કરતા શખ્સની ધરપકડ કરી સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે. મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના સમા તળાવમાં અર્થ ઇઓન કોમ્પ્લેક્સના પ્રથમ માળે અન્ના સ્પા લાઈનની આડમાં બંટી ચંદવાણી તથા એમનીજ ઉર્ફે ઇમતીયાજ ઉર્ફે ઉકીલ શેખ કૂટણખાનું ચલાવે છે, તેવી બાતમી સમા પોલીસને મળી હતી. જેના આધારે પીઆઇ એમ.બી.રાઠોડ દ્વારા એક ખાનગી વ્યક્તિને સ્પામાં ગ્રાહક તરીકે મોકલ્યો હતો.
સ્પામાં ભાવતાલ કરી સ્પામાં કામ કરતી છોકરીઓ પૈકી કોઇપણ શરીર સંબંધ માટે તૈયાર થાય તો અમારા મોબાઇલ પર મિસકોલ કરવા જણાવ્યું હતું. સમા પોલીસ અર્થ ઇઓન કોમ્પ્લેક્સ પાસે વોચમાં ઉભા હતા. તે દરમિયાન ડમી ગ્રાહક તરીકે મોકલેલ વ્યક્તિએ મિસકોલ મારતા અન્ના રુપા લાઇન સ્પામાં પોલીસે રેડ કરી હતી. એક રૂમમાં ચેક કરતા ગ્રાહક તથા સ્પામાં કામ કરતી એક યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. તેમજ રૂમના બેડ પરથી એક કોન્ડોમનું પેકેટ પણ મળી આવ્યું હતું. તો બીજા રૂમમાં ચેક કરતા અન્ય એક યુવતી પણ મળી આવી હતી. જેથી પોલીસે સ્પાના મેનેજર ઉર્ફે ઇમતીયાજ ઉર્ફે અના ઉકીલ શેખ અને હાઉસ કીપિંગનું કામ કરનાર હિતેશ મનોહરલાલ ચંદવાણી આમ 2 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે સ્પાના માલિક ખંટી મનોહર ચંદવાણીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.